સિંગાપોર સરકારની ખાનગી ઇક્વિટી કંપની ટેમાસેકે ભારતની સૌથી મોટી નાસ્તા બ્રાન્ડ હલ્દીરામમાં 10% હિસ્સો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટેમાસેકે હલ્દીરામની પેરેન્ટ કંપની હલ્દીરામ સ્નેક્સ ફૂડ સાથે 8,500 કરોડ રૂપિયામાં શેર ખરીદવા માટે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના હવાલેથી એક મીડિયા રિપોર્ટમાં આ સોદા અંગે માહિતી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે આ કરાર માટે Haldiram Snacks Food Pvt. Ltd. તેનું મૂલ્યાંકન આશરે $10 બિલિયન એટલે કે 85,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.