એગ્રી કૉમોડિટી સ્પેશલ: ઓઈલ રિફાઈનર્સની આવક 2-3% ઘટવાની આશંકા | Moneycontrol Gujarati
Get App

એગ્રી કૉમોડિટી સ્પેશલ: ઓઈલ રિફાઈનર્સની આવક 2-3% ઘટવાની આશંકા

ચાઈના તરફથી ભારતીય રાઈની માગ વધી. FY 2025-26ના પહેલા ત્રિમાસિકમાં ચાઈનાએ 1,80,000ટન રાઈનું ઇમ્પોર્ટ કર્યું. મે 2025માં, ભારતીય રાઈની કિંમત 201 US ડૉલર પ્રતિ ટન હતી.

અપડેટેડ 12:20:12 PM Jul 18, 2025 પર
Story continues below Advertisement
ભાર- US ડીલ પર SBIએ રિપોર્ટ જાહેર કર્યો. ભારત એગ્રી, ડેરી ઇમ્પોર્ટ વિરૂદ્ધ છે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં ખાસ કરીને SEAનો સોયામીલ અને તેલિબીયાની વાવણી માટેનો એક રિપોર્ટ રજૂ થયો, જેમાં એપ્રિલ-જૂન 2025 દરમિયાન સોયામીલનો એક્સપોર્ટ 1%થી ઘટ્યો છે. આ સાથે જ સારા મોનસૂનના કારણે તેલિબીયાની વાવણીની સ્થિતી કેવી બની રહી છે તેની ચર્ચા નિષ્ણાતો સાથે કરીએ.

SEA દ્વારા એક્સપોર્ટના ડેટા બહાર પડાવામાં આવ્યા છે, આપણે જોઇ શકીએ છે કે એપ્રિલ જુન 2025-26માં 1% જેટલો ઓછો થયો છો, તો મામુલી ઘટાડો, કઇ રીતે જોવુ જોઇએ શું કારણો?

BV મહેતાનું કહેવુ છે કે એક્સપોર્ટ ગત વર્ષ જેટલો જ રહ્યો છે. ગત વર્ષે એક્સપોર્ટ આશરે 10 લાખ જેટલો હતો. એરંડામીલના એક્સપોર્ટમાં મામુલી ઘટાડો જોવા મળ્યો. ચાઈના તરફથી રાઈની માગ વધી છે. 1 લાખ 80 હજાર ટન રાઈનો માલ ભારતથી ચાઈનાએ લીધો. રાઈના તેલની કિંમતોમાં ઘણો વધારો જોવા મળ્યો.


ભારતીય રાઈની માગમાં વધારો

ચાઈના તરફથી ભારતીય રાઈની માગ વધી. FY 2025-26ના પહેલા ત્રિમાસિકમાં ચાઈનાએ 1,80,000ટન રાઈનું ઇમ્પોર્ટ કર્યું. મે 2025માં, ભારતીય રાઈની કિંમત 201 US ડૉલર પ્રતિ ટન હતી.

BV મહેતાના મુજબ ddgs સંપૂર્ણ એશિયામાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. US અને બ્રાઝિલથી Dgtcનું એક્સપોર્ટ થાય છે. થાઈલેન્ડ, કમ્બોડિયા Dgtc ઇમ્પોર્ટ કરી રહ્યા છે. ભારતે Dgtc માટે એક્સપોર્ટ માર્કેટ ગોતવી પડશે. ભારતમાં Dgtcનો ઉપયોગ વધતા ઓઈલસીડના ભાવ ઘટશે.

BV મહેતાનું માનવું છે કે ઓઈલસીડ ઉત્પાદક રાજ્યોમાં વરસાદ સારો રહ્યો. સારા વરસાદથી વાવણીની સ્થિતી સુધરી. હાલ સુધી ઓઈલસીડનું 137 લાખ હેક્ટરમાં વાવેતર થયું. ગત વર્ષ કરતા વાવેતર અઢી લાખ જેટલું ઓછું છે. સૌરાષ્ટ્રમાં વહેલા ચોમાસાથી મગફળીનું વાવેતર લગભગ 5 લાખ ટન વધ્યું. સોયાબીનનું વાવેતર 5 લાખ હેક્ટર ઘટ્યું છે. ખેડૂતોની રૂચિ મકાઈ તરફ શિફ્ટ થતા સોયાબીનનું વાવેતર ઘટ્યું. મકાઈમાં ખેડૂતોને વધુ સારૂ વળતર મળી રહ્યું છે.

મોનસૂન અને ખરીફ પાકની સ્થિતી

9 જુલાઈ સુધી દેશમાં ખરીફ પાકની વાવણી માટે અનુકુળ વરસાદ છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદથી વાવણી સારી રહી. 11 જુલાઈ 2025 સુધી ઓઈલસીડની વાવણી 137.27 લાખ હેક્ટરમાં થઈ. સોયાબીનની વાવણી 107.78 લાખ હેક્ટરની સામે 99.03 લાખ હેક્ટરમા થઈ.

ઘટશે ખાદ્ય તેલની કિંમતો?

રિફાઈનર્સની આવક 2-3% ઘટવાની આશંકા છે. ક્રિસિલએ રિપોર્ટમાં આવક ઘટવાની આશંકા વ્યક્ત કરી. રિફાઈનર્સની આવક ₹2.6 લાખ કરોડ સંભવ છે. ખાદ્ય તેલની માગ ઘટવાથી આવક ઘટી શકે છે. સોયા, પામ અને સન ફ્લાવર ઓઈલના ભાવ ઘટી શકે છે.

વધશે સોયાબીનની કિંમતો?

11 જુલાઈ 2025 સુધી 9% ઘટી વાવણી. 99.03 લાખ હેક્ટરમાં વાવણી થઈ. 5 વર્ષનું સરેરાશ 127.19 લાખ હેક્ટર રહ્યા.

US ડીલ પર SBIનો રિપોર્ટ

ભાર- US ડીલ પર SBIએ રિપોર્ટ જાહેર કર્યો. ભારત એગ્રી, ડેરી ઇમ્પોર્ટ વિરૂદ્ધ છે. એગ્રી, ડેરી ઇમ્પોર્ટને મંજૂરી મળી તો ભારતના ખેડૂતોને નુકસાન થશે. ડેરી સ્કેટર પર US મોટી સબ્સિડી આપે છે. GM ડેરી પ્રોડક્ટ ભારતમાં આવ્યા તો નુકસાન થશે. મંજૂરી મળી તો એગ્રી GM પાકોનું ઇમ્પોર્ટ થશે. ખેડૂતોને ₹1.03 લાખ કરોડનું નુકસાન થશે.

રૂસથી સપ્લાય બંધ થઈ તો શું થશે તેલની અછત? કેન્દ્રિય મંત્રીએ આપ્યું નિવેદન

MoneyControl News

MoneyControl News

First Published: Jul 18, 2025 12:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.