દિવાળીમાં કરો રોકાણની ઉજવણી, જાણો સોનામાં રોકાણના અન્ય વિકલ્પ | Moneycontrol Gujarati
Get App

દિવાળીમાં કરો રોકાણની ઉજવણી, જાણો સોનામાં રોકાણના અન્ય વિકલ્પ

સપ્ટેમ્બરમાં વૈશ્વિક માંગ 6% ઘટી હતી. સપ્ટેમ્બરમાં વૈશ્વિક માંગ 1147 ટન રહી. વધતી કિંમતોને કારણે માગમાં ઘટાડો છે. સ્થાનિક બજારમાં માગમાં વધારો નોંધાયો.

અપડેટેડ 12:02:00 PM Nov 03, 2023 પર
Story continues below Advertisement
સોના ચાંદી માટે મજબૂતીનુ વર્ષ રહ્યું. સોનાએ ગઇ દિવાળીથી 31 ઓક્ટોબર સુધીની વાત કરીએ તો 20.67%ના રિટર્ન આપ્યા છે તો ચાંદીની ચમક પણ આ સમયમાં 24.29% વધતી દેખાય છે.

દિવાળીમાં લોકો મન મુકીને સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે, ભલે પછી સ્થાનિક બજારમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે જ કેમના પહોંચી હોય. ખાસ કરીને સોનામાં સેફ હેવન તરીકેની માગ અને ખરીદદારી જોવા મળતી હોય છે. હવે તેમાં ચાંદી અને ડાયમંડ જ્વેલરીની ખરીદદારીનો ટ્રેન્ડ પર વધ્યો છે. આવામાં જ્યારે આપણું નવું સંવત શરૂ થઈ રહ્યું છે, ત્યારે કૉમોડિટી બજારની ચાલ સમજીએ, સમજીએ કે ગઈ દિવાળીથી આ દિવાળી સોના-ચાંદી અને અન્ય કૉમોડિટીમાં કેવા વળતર મળ્યા છે.

સોના ચાંદી માટે મજબૂતીનુ વર્ષ રહ્યું. સોનાએ ગઇ દિવાળીથી 31 ઓક્ટોબર સુધીની વાત કરીએ તો 20.67%ના રિટર્ન આપ્યા છે તો ચાંદીની ચમક પણ આ સમયમાં 24.29% વધતી દેખાય છે. મહત્વના ફેકટર્સ જે રહ્યાં આ વર્ષમાં - જીઓ પોલિટિલકલ ટેન્સન્સ રશિયા યુક્રેન, ઇઝરાઇલ હમાસ. વોર પ્રમીયમની સોના ચાંદી પર અસર પડતી જ હોય છે.

ગઇ દિવાળી સોનુ 50,600ની આસપાસ હતુ આ દિવાળી પર 61,100..200ની આસપાસ છે. કોમેક્સની આ વર્ષની સોનાની જર્નીની વાત કરીએ તો 1823 થી લઇ 2051 સુધીની સફર કરી ઓકટોબરમાં પણ 1820 અને 2023 આ બન્ને સ્તરને જોયા.


સોના-ચાંદીમાં તેજીના કારણો

સોના-ચાંદીમાં તેજીના ભૌગોલિક તણાવો છે. US સરકારનું દેવું $33 ટ્રિલિયનથી વધારે છે. બોન્ડ યીલ્ડમાં તેજી હોવા છતા સોનામાં સેફ હેવન બાઈંગ યથાવત્ છે. ઉચ્ચતમ સપાટી પર ટ્રેડિંગ વોલ્યુમ છે. 2023માં ચીનમાં સોનાનો વપરાશ 7.2% વધ્યો. ભારતમાં Q4માં સોનાનું વર્ષ દર વર્ષના ધોરણે વેચાણ 10-15% વધવાનું અનુમાન છે.

સોનામાં રોકાણના વિકલ્પો

- ગોલ્ડ ETF

- સૉવરેન ગોલ્ડ બોન્ડ

- ડિજિટલ ગોલ્ડ

- ગોલ્ડ મ્યુચુઅલ ફંડ

સપ્ટેમ્બર 2023 માં ઇમ્પોર્ટ-એક્સપોર્ટની સ્થિતી

કુલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ગત વર્ષ કરતા 19.79% ઘટ્યું. કુલ જેમ્સ એન્ડ જ્વેલરી ઇમ્પોર્ટ ગત વર્ષ કરતા 36.93% ઘટ્યું. કટ અને પોલિશ ડાયમંડનું એક્સપોર્ટ 18.79% ઘટ્યું. કટ અને પોલિશ ડાયમંડનું ઇમ્પોર્ટ 41.08% વધ્યું. પોલિશ લેબ ગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 22.56% ઘટ્યું. પ્લેટીનિયમ જ્વેલરીનું એક્સોપર્ટ 303.94% વધ્યું.

તહેવારો પર સોનાની ચાલ

વિશ્વમાં સોનાની માગ ઘટી છે, પરંતુ ભારતમાં વધી છે. તહેવારો અને લગ્ન સિઝનના કારણે સોનાની માગ વધી છે.

સોનાની વૈશ્વિક માંગ

સપ્ટેમ્બરમાં વૈશ્વિક માંગ 6% ઘટી હતી. સપ્ટેમ્બરમાં વૈશ્વિક માંગ 1147 ટન રહી. વધતી કિંમતોને કારણે માગમાં ઘટાડો છે. સ્થાનિક બજારમાં માગમાં વધારો નોંધાયો.

સેન્ટ્રલ બેન્કોએ ખરાદ્યું સોનું

જુલાઈથી સપ્ટેમ્બરમાં ખરીદીમાં 27%નો ઘટાડો થયો. જુલાઈ-સપ્ટેમ્બરમાં 337 ટનની ખરીદી થઈ. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ખરીદીમાં 14%નો વધારો થયો.

ક્રૂડ 4.29% દબાણ જોવા મળ્યુ. ગયા વર્ષ 7200ની આસપાસની કિંમતો છે. હવે 6900 ની આસપાસ છે. નેચરલ ગેસ -39.66, 464 ની આસપાસથી 280,290 પર કિંમતો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2023 12:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.