કમોડિટી લાઇવ: સપ્લાય વિક્ષેપની ચિંતાએ ક્રૂડમાં રિકવરી, નબળા ડૉલરથી સોના-ચાંદીની ચમક વધી | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: સપ્લાય વિક્ષેપની ચિંતાએ ક્રૂડમાં રિકવરી, નબળા ડૉલરથી સોના-ચાંદીની ચમક વધી

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 1 ટકા વધીને 22 ડૉલરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં 58,934ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 12:34:49 PM Jun 26, 2023 પર
Story continues below Advertisement
સોના-ચાંદીની ચમક વધી, comex પર સોનું 1924 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યું, ચાંદીમાં પણ 22 ડૉલરની ઉપર નોંધાયો કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશ અને US બોન્ડ યીલ્ડમાં દબાણના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, અહીં, COMEX પર ભાવ 1924 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 58,431ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજ દરમાં વધારો અને નબળા PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

કિંમતો નીચલા સ્તરેથી 1,910 પ્રતિ ઔંસના સ્તરેથી વધી. નબળા PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ. BoE, BoC, ECB, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી દરમાં વધારો કર્યો. ગત સપ્તાહે કિંમતો 2% ઘટતી દેખાઈ.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 1 ટકા વધીને 22 ડૉલરની ઉપર પહોંચી, તો સ્થાનિક બજારમાં 58,934ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.


ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, અહીં USના નબળા મેન્યુફેક્ટરિંગ PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, તે સાથે જ બજારની નજર હવે USના જાન્યુઆરી-માર્ચના GDP માટે ત્રીજા અનુમાન પર નજર છે. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે.

રશિયા તરફથી તણાવ વધતા સપ્લાયની ચિંતાએ ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં બ્રેન્ટની કિંમતો 75 ડૉલરની પાસે પહોંચી હતી, જોકે ત્યાંથી કિંમતો ઘટીને 74 ડૉલરની પાસે આવતી દેખાઈ, પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે, તો NYMEX ક્રૂડમાં પણ સારી રિકવરી રહી, જેમાં કિંમતો 69 ડૉલરના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે OPEC+ના ઉત્પાદન કાપ બાદ વૈશ્વિક ઓઈલ પુરવઠો 4.16 mbpd જેટલો ઘટ્યો છે, તેમાં પણ સાઉદી અરેબિયાએ 2.5 mbpd ઉત્પાદન કાપ કર્યો છે, અને હવે રશિયામાં ચિંતા સપ્લાયમાં વિક્ષેપ વધારી શકે, જેની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

કિંમતો વધીને 75 પ્રતિ bblના સ્તરની પાસે પહોંચી હતી. ખાનગી લશ્કરી જૂથ દ્વારા રશિયામાં સંક્ષિપ્ત બળવો છે. રશિયા એશિયામાં તેલનો મુખ્ય સપ્લાયર છે. ગત સપ્તાહે કિંમતો 4% ઘટી હતી. સેન્ટ્રલ બેન્કો દ્વરા વ્યાજ દરમાં કાપ કરવામાં આવ્યો. મેન્યુફેક્ચરિંગ PMI આંકડા નબળા રહેતા સપોર્ટ છે. OPEC+ના ઉત્પાદન કાપ બાદ વૈશ્વિક પુરવઠો 4.16 mbpd ઘટ્યો. સાઉદી અરેબિયાએ 2.5 mbpd ઉત્પાદન કાપ કર્યો છે.

અમેરિકામાં હવામાન ગરમ રહેવાની આશંકાએ ACની માગ વધી શકે અને પરિણામે નેચરલ ગેસની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 3 ટકાથી વધુ વધીને 227ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે.

એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો,ગુવાર પેકમાં દબાણ વધતું દેખાયું, જ્યારે મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં જીરામાં 4 ટકાની તેજી સાથે અપર સર્કિટ લાગતી દેખાઈ, ધાણામાં પણ મજબૂતી છે, પણ હળદરમાં લગભગ એક ટકાની નરમાશ જોવા મળી રહી છે. સાથે જ કપાસિયા ખોળમાં પણ અડધા ટકાથી વધુનું દબાણ બન્યું, પણ ઇસબગુલમાં એક ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. જ્યારે ncdex પર નવા લોન્ચ થયેલ મગફળીના વાયદામાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 26, 2023 12:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.