એશિયન ટ્રેડમાં સોનામાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનામાં ફ્લેટ ટૂ નેગેટિવ કારોબાર કરતું દેખાઇ રહ્યું છે તો સામે MCX પર સોનામાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર કરી રહ્યું છે. ડૉલરના ભાવમાં આજે નરમાશ આવતા સોનાને થોડો સપોર્ટ મળતા જોવા મળી રહ્યો છે. તો સાથે જ USના નબળા સર્વિસ સેક્ટરના ગ્રોથના આંકડાની પણ એક અસર જોવા મળી રહી છે. હવે બજારની નજર આવતા સપ્તાહે થનારી ફેડરલ રિઝર્વની બેઠક પર રહેશે.
સોનાના પગલે ચાંદીમાં પણ આજે ખરીદદારી આવતી જોવા મળી છે. નજર કરીએ કારોબાર પર તો સ્થાનિક બજારમાં ચાંદીમાં પા ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે. તો કોમેક્સ પર પણ પા ટકાની ખરીદદારી સાથે ભાવ 23.50 ડૉલરને પાર દેખાઇ રહ્યો છે.
નજર કરીએ મેટલના કારોબાર પર તો નબળા ડૉલર અને USના નબળા આર્થિક ડેટાના કારણે LME પર મેટલમાં મિશ્ર કારોબાર થઇ રહ્યો છે. સાથે સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલમાં ખરીદદારી જોવા મળી રહી છે. US સર્વિસ સેક્ટરમાં મંદીના કારણે કિંમતોને અસર દેખાઇ રહી છે.
તો નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારમાં મામુલી દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે. જ્યાં ભાવ પા ટકા જેટલા ઘટીને 187ની નજીક જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો મસાલા પેકમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરા અને ધાણામાં મામુલી તેજી જોવા મળી રહી છે. તો હળદરમાં પા ટકાથી વધારેનું દબાણ છે. ગુવાર પેકમાં શરૂઆતી કારોબારમાં સારી તેજી જોવા મળી રહી છે. નજર કરીએ કારોબાર પર તો ગુવાર ગમમાં પોણા ટકાથી વધારેની તેજી છે તો ગુવાર સીડમાં અડધા ટકાથી વધારેની તેજી છે. તો કપાસિયા ખોળમાં આજે પણ દબાણ યથાવત્ જ છે. કિંમતમાં એક ટકા નીચે જોવા મળી રહી છે.