કોમોડિટી રિપોર્ટ: રવિ અને ખરીફ પાકની વાવણી ઘટવાની આશંકા
રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે તો, સ્ટોરેજમાં રાખેલો માલ પલડતા પણ ખેડૂતોની ચિંતા વધી છે, આવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અલ-નીનોની આગાહી પણ ચિંતા વધારી રહી છે.
દેશમાં જે રીતે બવડી ઋતુ બની રહી છે, તેની અસર રવિ પાક અને ખરીફ પાકના ઉત્પાદન પર પડી છે
દેશમાં જે રીતે બવડી ઋતુ બની રહી છે, તેની અસર રવિ પાક અને ખરીફ પાકના ઉત્પાદન પર પડી છે, અમુક રવી પાક ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે તો, સ્ટોરેજમાં રાખેલો માલ પલડતા પણ ખેડૂતોની ચિંતા વધી છે, આવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અલ-નીનોની આગાહી પણ ચિંતા વધારી રહી છે. માર્ચથી મે મહિના દરમિયાન ગરમીનો પારો વધે તેવા અનુમાનો કરવામાં આવી રહ્યા છે, આવામાં શિયાળું પાકને પણ અસર થતી જોવા મળશે, ઓવર ઓલ કહીએ તો એગ્રી કૉમોડિટી પર આ વર્ષે બેવડી ઋતુનો માર પડી રહ્યો છે, આવામાં હવે રવી અને ખરીફ પાકની સ્થિતી કેવી રહેશે તે અંગે ચર્ચા કરીશુ.
IMDએ શું કહ્યું?
ઘઉં ઉગાવનાર રાજ્યોમાં સરેરાશથી વધારે વરસાદ થયો. 1-25 માર્ચની વચ્ચે સરેરાશથી વધારે વરસાદ થયો. એમુક રાજ્યોમાં 300% સુધી વધારે વરસાદ થયો. 22 રાજ્યોમાં સરેરાશથી 29% વધારે વરસાદ થયો.
કમોસમી વરસાદથી ખેતીને નુકસાન
માત્ર બાગાયતી નહીં ધાન્ય પાકોને પણ અસર રહેશે. કપાસ, દિવેલના પાકોમાં ઈયળ પડવાનો ડર છે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને નુકસાન થઈ શકે. આ વર્ષે કેરીના પાક પર માઠી અસર થવાની શક્યતા છે.
હીટ વેવ પર હવામાન વિભાગ
માર્ચથી મે મહિનામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હીટ વેવથી આ વર્ષે શિયાળું પાકને નુકસાનની સંભાવના છે. અલ-નીનોની અસર FY2024માં ખરીફ ઉત્પાદન પર જોવા મળી શકે.
શું છે અલ નિનો?
ઊંડા સમુદ્રનું તાપમાન વધે છે. સરેરાશ કરતા ઓછો વરસાદ થાય છે. દુષ્કાળની આશંકા લગભગ 60% હોય છે. ઓછા વરસાદની આશંકા 30% હોય છે. સામાન્ય વરસાદની સંભાવના માત્ર 10% હોય છે. અસરનો કોઈ નિશ્ચિત નિયમ કાયદો નથી. દર 3-6 વર્ષમાં આવી પરિસ્થિતી બને છે.
અલ નિનોની અસર
1997માં અલ નિનોની અસર સૌથી વધારે હતી. વધારે અસર હોવા છતા 1997માં 102% વરસાદ થયો. 2004માં અલ નિનોની અસર ઓછી થઈ હતી. અસર નબળી પડ્યા બાદ પણ દેશમાં 2004માં દુષ્કાળ પડ્યો. દેશના લગભગ 86% ભાગમાં દુષ્કાળની અસર હતી. 2009થી 2019 વચ્ચે દેશમાં 4 વાર દુષ્કાળ પડ્યો. 2002માં વરસાદમાં 19%નો ઘટાડો થયો હતો. 2009માં વરસાદ સરેરાશથી 22% ઓછો નોંધાયો હતો. પાછલા 25 વર્ષોમાં માત્ર 1997 માં દુષ્કાળ નથી પડ્યો.
અલ નિનોની કેટલી અસર?
ખેતી પર અલ નિનોની સૌથી ખરાબ અસર પડશે. દેશની કૃષિ પ્રણાણી વરસાદ પર આધારીત છે. જૂન-સપ્ટેમ્બર ચોમાસાની દ્રષ્ટિએ મહત્વનું છે. 70% ભાગમાં જૂન-સપ્ટેમ્બરમાં વરસાદ થાય છે. કૃષિની દેશના GDPમાં 20% ભાગેદારી છે. ખાવા-પીવાની વસ્તુંઓની કિંમતો વધવાની આશંકા છે.
અલ નિનોની મુખ્ય અસરો
તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધી જવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયામાં ગરમી અને દુષ્કાળની સ્થિતિ છે. દક્ષિણ અમેરિકામાં ધીમો પડતો કાર્બન શોષણ છે. ઉત્તર યુરોપમાં ઠંડો શિયાળો છે.
ગુજરાતમાં પાકને નુકસાન
કમોસમી વરસાદના કારણે રવિ પાકને 50% નુકસાન થયું. રાજકોટમાં 1.24 લાખ હેક્ટરમાં સર્વે થઈ રહ્યો છે. સર્વેમાં 166 ગામમાં કુલ 792 હેક્ટરમાં પાકને નુકસાન થયું. જુનાગઢ, અમરેલી અને રાજકોટમાં રવી પાકને નુકસાન થયુ છે. સૌરાષ્ટ્રમાં સતત 15 દિવસ અસામાન્ય હવામાનના કારણે પાકને નુકસાન થયુ છે. ઘઉં, ધાણા, ચણા અને જીરાના પાકની સ્થિતિનો સર્વે શરૂ છે.
પાક પર પાણી ફેરાયું !
કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થયુ છે. બરફ પડવાથી મોટા પ્રમાણમાં પાક ખરાબ થયો છે. દેશના નોર્થ, વેસ્ટ અને ઇસ્ટર્ન ભાગમાં નુકસાન થયુ છે. ઘઉં અને ચણાના ઉભા પાકને નુકસાનના સમાચાર છે. ઘઉં અને ચણાના 10% પાકને નુકસાન થયુ છે. ખેતરમાં વાવેલા શાકભાજીને પણ નુકસાન થયું છે.
ઓછા પડશે ઘઉં?
નોર્થ અને સેટ્રલ ભારતમાં વધારે નુકસાન થયુ છે. પાક કાપણીના સમયની નજીક પહોંચ્યો હતો. વરસાદ અને કરા પડવાથી પાકને નુકસાન થયું છે. પંજાબમાં 10-15% ઉત્પાદન ઘટી શકે છે. પંજાબમાં 34 લાખ હેક્ટરમાં વાવણી
થઈ છે. વરસાદથી 5 લાખ હેક્ટરમાં નુકસાન થયું. કાપણી 10 દિવસ મોડી શરૂ થઈ શકે છે.
ઘઉં ઉત્પાદન અને પંજાબ
ઘઉંના કુલ ઉત્પાદનમાં 15% ભાગ છે. સરકારી ખરીદીમાં 51% ભાગેદારી છે.
ક્રિસિલનું અનુમાન
વરસાદથી ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે. ઘઉંનું ઉત્પાદન 4-5% ઘટી શકે છે. પંજાબ અને હરિયાણામાં ઉત્પાદન ઘટવાની આશંકા છે. UP અને રાજસ્થાનમાં પણ ઉત્પાદન ઘટી શકે. કરાથી MP અને ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે. 3-4% સુધી ઘઉં ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ છે.
સરકાર ક્યારે ખરીદશે ઘઉં?
એપ્રિલ, મે અને જૂનમાં ખરીદદારી થશે. 3,415 કરોડ ટન ખરીદદારીનું અનુમાન છે. પાછલા વર્ષે લક્ષ્ય કરતા 57% ઓછી ખરીદી થઈ હતી.
શરૂ થઈ ઘઉંની ખરીદી
સરકારે શરૂ કરી ઘઉંની ખરીદી. 2023-24 સીઝન માટે ખરીદી શરૂ થઈ. 27 માર્ચ સુધી 10,727 મેટ્રિક ટનની થઈ ખરીદી. પાછલા વર્ષ કરતા આ વર્ષે જલ્દી ખરીદી શરૂ થઈ.
ખરીદી પર સરકારનું નિવેદન
વરસાદથી પાકને વધારે નુકસાન નથી. 20 માર્ચથી MPમાં ઘઉંની ખરીદી શરૂ થઈ છે. 31 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. 11.21 કરોડ ટન ઘઉં ઉત્પાદનની આશા છે. 50 લાખ ટન વધારે ઉત્પાદનની આશા છે.
ઘઉં પર FCIનું નિવેદન
અનુમાન કરતા વધુ ખરીદીની આશા છે. 3.41 કરોડ ટન ખરીદદારીનું અનુમાન છે. ક્વાલિટીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. વરસાદના કારણે ક્વાલિટી ઘટી શકે છે. OMSSના કારણે ઘઉંની કિંમતો ઘટી છે. OMSSમાં 33.78 લાખ ઘઉં વેચવામાં આવ્યા. 32 લાખ ટનથી વધારે ઘઉં લિફ્ટી થયા. ઘઉં એક્સપોર્ટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. વધારે ઉત્પાદન અને પ્રતિબંધથી કિંમતો ઘટશે. સપ્લાય ચેનમાં 70 લાખ ટન ઘઉં પડ્યા છે.
1 એપ્રિલથી FCI પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ઘઉં ખરીદશે.
દેશમાં જે રીતે બવડી ઋતુ બની રહી છે, તેની અસર રવિ પાક અને ખરીફ પાકના ઉત્પાદન પર પડી છે