Petrol Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘુ? ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ | Moneycontrol Gujarati
Get App

Petrol Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘુ? ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

આજે 29 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈરાન સંકટના કારણે કાચા તેલના ભાવ વધતા થોડા દિવસોમાં ઈંધણ 7.5 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. જાણો લેટેસ્ટ રેટ.

અપડેટેડ 09:07:39 AM May 29, 2026 પર
Story continues below Advertisement
સોમવારે પેટ્રોલના ભાવમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો હતો.

Petrol Diesel Price Today: વાહનચાલકો માટે શુક્રવાર, 29 મેના રોજ રાહતના સમાચાર છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ નવો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અગાઉ સોમવારે, 25 મેના રોજ ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો હતો, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેમાં પ્રતિ લિટર 2.50 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.

શા માટે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

છેલ્લા બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો છે. આની પાછળનું મુખ્ય કારણ ઈરાન સંકટ છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભડકો થયો છે. આ નવા વધારા સાથે 15 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર લગભગ 7.5 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે.

હાલમાં ઈંધણના ભાવ મે 2022 પછીની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયા છે. જોકે, લોકોને થોડી રાહત આપવા માટે સરકારે માર્ચ 2024 માં લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

છેલ્લા વધારાની શું અસર થઈ?


સોમવારે પેટ્રોલના ભાવમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો હતો. આ ફેરફાર બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.51 રૂપિયાથી વધીને 102.12 રૂપિયા અને ડીઝલ 92.49 રૂપિયાથી વધીને 95.20 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

29 મેના રોજ મુખ્ય શહેરોમાં પેટ્રોલના ભાવ (પ્રતિ લિટર)

નવી દિલ્હી: 102.12 રૂપિયા

મુંબઈ: 111.18 રૂપિયા

કોલકાતા: 113.47 રૂપિયા

ચેન્નાઈ: 107.77 રૂપિયા

બેંગલુરુ: 110.91 રૂપિયા

હૈદરાબાદ: 115.69 રૂપિયા

અમદાવાદ: 112.98 રૂપિયા

ચંદીગઢ: 101.51 રૂપિયા

નોઈડા: 102.12 રૂપિયા

ગુરુગ્રામ: 102.69 રૂપિયા

29 મેના રોજ મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ (પ્રતિ લિટર)

નવી દિલ્હી: 95.20 રૂપિયા

મુંબઈ: 97.83 રૂપિયા

કોલકાતા: 99.82 રૂપિયા

ચેન્નાઈ: 99.58 રૂપિયા

બેંગલુરુ: 98.80 રૂપિયા

હૈદરાબાદ: 103.82 રૂપિયા

જયપુર: 97.06 રૂપિયા

ચંદીગઢ: 86.47 રૂપિયા

નોઈડા: 95.56 રૂપિયા

ગુરુગ્રામ: 95.36 રૂપિયા

ગભરાઈને ખરીદી ન કરો: સરકારની અપીલ

ઈંધણના ભાવ વધારા અને સપ્લાયની અફવાઓ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે બુધવારે જનતાને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોએ ગભરાઈને પેટ્રોલ, ડીઝલ કે LPG ની સંગ્રહખોરી (Panic Buying) કરવી જોઈએ નહીં.

તેમણે 'X'પર માહિતી આપતા જણાવ્યું હતું કે, "દેશમાં ઈંધણના સપ્લાયની સ્થિતિ એકદમ સામાન્ય છે. સરકાર તમામ જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ એશિયામાં સંકટ શરૂ થયા પછી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પરિસ્થિતિને સંભાળવા શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો-Asian Market Today: US-ઈરાન શાંતિ ચર્ચાની આશાએ એશિયાઈ બજારોમાં તેજી, Nikkei અને KOSPIમાં 1.50%થી વધુ ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: May 29, 2026 9:07 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.