Gold Rate Today: આજે ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 59,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. 14 ઓગસ્ટની સરખામણીએ આજે સોનાના ભાવમાં 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 59,170 રૂપિયા હતો. જ્યારે ગઈકાલે દિલ્હીમાં સોનાનો ભાવ રૂપિયા59,660 હતો. બીજી તરફ, દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ગઈ કાલે 54,700 રૂપિયા હતો, જે આજે 54,170 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે સુધારો જોવા મળ્યો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂપિયા72,800 હતો જે આજે રૂપિયા73,000 પર ટ્રેડ થઈ રહ્યો છે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 54,150 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 59,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 54,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 59,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.