Gold Rate Today: આજે સપ્તાહના પ્રથમ દિવસે દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાની કિંમત રૂપિયા 60,000ની આસપાસ ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 60,650 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,600 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 76,900 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, ગુજરાતમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત રૂપિયા 55,250 છે અને 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂપિયા 60,270 છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 55,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 60,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં આ સોનાનો ભાવ છે
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.