રોકાણકારો માટે કમાણીનો સોનેરી મોકો: 23 થી 27 ફેબ્રુઆરી વચ્ચે આવશે Clean Max સહિત 8 નવા IPO, જાણો વિગત | Moneycontrol Gujarati
Get App

રોકાણકારો માટે કમાણીનો સોનેરી મોકો: 23 થી 27 ફેબ્રુઆરી વચ્ચે આવશે Clean Max સહિત 8 નવા IPO, જાણો વિગત

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં શેરબજારમાં IPO ની ભરમાર જોવા મળશે. Clean Max અને PNGS Reva સહિત કુલ 8 કંપનીઓ રોકાણકારો માટે ખુલી રહી છે. જાણો પ્રાઈસ બેન્ડ અને લિસ્ટિંગની વિગતો.

અપડેટેડ 06:12:05 PM Feb 22, 2026 પર
Story continues below Advertisement
આ અઠવાડિયે રોકાણકારો માટે 4 મોટા મેઈનબોર્ડ IPO આવી રહ્યા છે, જેમાં સૌથી મોટું નામ ક્લીન મેક્સનું છે.

Upcoming IPO list: શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા ઈચ્છતા લોકો માટે ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ખૂબ જ શાનદાર રહેવાનું છે. પ્રાઇમરી માર્કેટમાં જાણે IPO નું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાશે. 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન મેઈનબોર્ડ અને SME પ્લેટફોર્મ પર મળીને કુલ 8 નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન 4 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ પણ થશે. ચાલો જાણીએ કઈ કઈ કંપનીઓ લાવી રહી છે IPO અને શું છે તેની વિગતો.

મેઈનબોર્ડના 4 મોટા IPO પર નજર

આ અઠવાડિયે રોકાણકારો માટે 4 મોટા મેઈનબોર્ડ IPO આવી રહ્યા છે, જેમાં સૌથી મોટું નામ ક્લીન મેક્સનું છે.


Clean Max Enviro Energy Solutions

આ અઠવાડિયાનો સૌથી મોટો IPO આ કંપની લાવી રહી છે. કંપની 3,100 કરોડ એકત્ર કરવા માટે મેદાનમાં ઉતરી છે.

પ્રાઈસ બેન્ડ: 1,000 થી 1,053 પ્રતિ શેર

સબસ્ક્રિપ્શન તારીખ: 23 થી 25 ફેબ્રુઆરી

સંભવિત લિસ્ટિંગ: 2 માર્ચ

Shree Ram Twistex

આ કંપની 110.24 કરોડનો સંપૂર્ણ ફ્રેશ ઈશ્યુ લાવી રહી છે.

પ્રાઈસ બેન્ડ: 95 થી 104 પ્રતિ શેર

સબસ્ક્રિપ્શન તારીખ: 23 થી 25 ફેબ્રુઆરી

PNGS Reva Diamond Jewellery

જ્વેલરી સેક્ટરની આ કંપની 380 કરોડનો ફ્રેશ ઈશ્યુ લાવી રહી છે.

પ્રાઈસ બેન્ડ: 367 થી 386 પ્રતિ શેર

સબસ્ક્રિપ્શન તારીખ: 24 થી 26 ફેબ્રુઆરી

સંભવિત લિસ્ટિંગ: 4 માર્ચ

Omnitech Engineering:

કુલ 583 કરોડના આ ઈશ્યુમાં ફ્રેશ શેર અને OFS બંનેનો સમાવેશ થાય છે.

પ્રાઈસ બેન્ડ: 216 થી 227 પ્રતિ શેર

સબસ્ક્રિપ્શન તારીખ: 25 થી 27 ફેબ્રુઆરી

SME સેગમેન્ટમાં પણ ધમધમાટ

નાના રોકાણકારો માટે SME પ્લેટફોર્મ પર પણ 4 કંપનીઓ નસીબ અજમાવવા આવી રહી છે:

Kiaasa Retail: 69.72 કરોડના સાઈઝ સાથે આ IPO 23-25 ફેબ્રુઆરી દરમિયાન ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ 121-127 છે.

Mobilise App Lab: 20.10 કરોડનો આ IPO પણ 23-25 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. ભાવ 75-80 નક્કી કરાયો છે.

Accord Transformer & Switchgear: 25.59 કરોડના આ ઈશ્યુ માટે 23-25 ફેબ્રુઆરી વચ્ચે બિડ કરી શકાશે. પ્રાઈસ બેન્ડ 43-46 છે.

Yaap Digital: આ કંપની 25 થી 27 ફેબ્રુઆરી વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જોકે તેની પ્રાઈસ બેન્ડની જાહેરાત હજુ બાકી છે.

બજારમાં નવી એન્ટ્રી

માત્ર નવા IPO જ નહીં, પણ જે કંપનીઓના IPO ભરાઈ ગયા છે તેમનું લિસ્ટિંગ પણ આ અઠવાડિયે જોવા મળશે. મેઈનબોર્ડ પર 'Gaudium IVF' નું લિસ્ટિંગ 27 ફેબ્રુઆરીએ થશે. જ્યારે SME સેગમેન્ટમાં 'Fractal Industries' (24 ફેબ્રુઆરી), 'Yashhtej Industries' (25 ફેબ્રુઆરી) અને 'Manilam Industries' (27 ફેબ્રુઆરી) શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. રોકાણકારોએ પોતાની મૂડી અને રિસ્ક પ્રોફાઇલ જોઈને આ કંપનીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચો-India-US Trade Deal: ભારત-અમેરિકા વચ્ચેની મહત્વની બેઠક ટળી, ટ્રમ્પના 'ટેરિફ ટેક્સ' વધારાની સીધી અસર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2026 6:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.