અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રદર્શન | Moneycontrol Gujarati
Get App

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રદર્શન

અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંદુંઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, જેના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યું છે.

અપડેટેડ 12:54:31 PM Dec 02, 2024 પર
Story continues below Advertisement
બાંગ્લાદેશના હિન્દુને સમર્થન

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. તો સાથે અનેક પ્રકારના આંદોલન પણ થયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થનાસભા થકી વિરોધ કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના હિન્દુને સમર્થન

મહત્વપુર્ણ છે કે પ્રાર્થના સભા થકી બાંગ્લાદેશમાં વસતા હિન્દુને સમર્થન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સરકાર અને અધિકારીને અપીલ કરવામાં આવી છે કે, નાગરિકોને ધર્મનું અનુસરણ કરવા દે. ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે બાંગ્લાદેશમાં ઇસ્કોન સંસ્થાને એકલી પાડી હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ આપવામાં આવી રહ્યો છે.

પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભાડજ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ હરેકૃષ્ણ મંદિરના અનુયાયીઓએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સંકીર્તનમાં જોડાયા છે. અત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત વધારે કફોડી બની છે, તેમની સાથે ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યાં સંતોની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં અત્યારે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ કર્યો છે.


આ પણ વાંચો - EPFOએ ક્લેમ સેટલમેન્ટમાં આધારની આવશ્યકતા અંગે આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2024 12:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.