Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, માણસામાં રુપિયા 267 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના માદરે વતન માણસાની મુલાકાતે છે, જ્યાં તેમણે વતનના વિકાસ માટે કરોડો રૂપિયાના કામોની ભેટ ધરી છે. માણસા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં અમિત શાહે અંદાજે રૂપિયા 267 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
માણસામાં સ્પોર્ટ્સ સંકુલ, મોડેલ ફાયર સ્ટેશન, ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતુ. આ ઉપરાંત તળાવના નવીનીકરણના ભાગ -2 અને નવી સીસીટીવી કેમેરા સિસ્ટમના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યુ હતુ.
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તેમના આ પ્રવાસનો પ્રથમ દિવસ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનને સમર્પિત રહેશે. અમિત શાહે પોતાના મતવિસ્તારમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સની ભેટ આપશે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અદ્યતન બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર, ફાર્માસ્યુટિકલ એકેડમી અને યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
અમિત શાહે આજે માણસામાં 267 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યોમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ઉચ્ચ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહ એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરી, તેમને જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કાર્યરત છે. માણસામાં નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય માળખાગત સુવિધાઓથી આગામી સમયમાં આ વિસ્તારની કાયાપલટ થશે.
માણસાના યુવાનોને અમિત શાહે કરી અપીલ
અમિતભાઈ શાહે માણસાના યુવાનોને અપીલ કરતા કહ્યું કે, ગામને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરજનોની છે.સ્પોર્ટ્સ સંકુલ અને તળવાની જાળવણી કરવાની જવાબદારી યુવાનોએ કરવાની છે.2047 સુધીમાં ભારત સમગ્ર ક્ષેત્રે નંબર 1 ભારત હોય તેવા ભારતની રચના કરવાની છે.આગામી 25 વર્ષ ભારતના યુવાનોના છે.
બાયો કન્ટેઈનમેન્ટ ફેસિલીટી અને BSL-4 લેબનું ભૂમિપૂજન
કેદ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે બાયો કન્ટેઈનમેન્ટ ફેસિલીટી અને BSL-4 લેબનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. પુણે બાદ ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ BSL-4 આધુનિક લેબ ગાંધીનગરમાં બનશે. આ લેબ બાયો સેફટી લેવલ 4 સાથેની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે. જેમાં ફેસિલીટી ઈબોલા વાયરસ, મારબર્ગ વાયરસ, કોંગો વાયરસ સહિત અત્યંત સંક્રામક બીમારી પર સુરક્ષિત સંશોધન કરી શકશે તેમજ બિમારીઓ સામે અસરકારક રસીઓ તથા સારવાર વિકસાવવા ઉપયોગી થશે અને રોગચાળા જેવી સ્થિતિ માં ઝડપી સંશોધન કરી શકશે.
ગુજરાતમાં બાયો યુગના નવા યુગની શરૂઆત : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતમાં બાયો યુગના નવા યુગની શરૂઆત થઈ રહી છે.BSL -4 લેબ નું આજે શિલાન્યાસ થઈ રહ્યું છે.BSL-4 લેબ આગામી દિવસોમાં ભારતનું સુરક્ષા કવચ સાબિત થશે.ભારત નો વિકાસ અને સ્વસ્થ બંને સુરક્ષિત રહેવો જોઈએ.પુણે બાદ ભારત ની બીજી ઉચ્ચ સ્તરીય લેબ બનશે.કોઈ રાજયએ બનાવેલ આ પહેલી લેબ હશે.કોરોના સમયે જે સ્થિતિ હતી તે દુનિયાએ જોઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રિસર્ચના ક્ષેત્રમાં ભારત ઘણું જ પાછળ હતું.ભારત આ ક્ષેત્રમાં હવે ખૂબ આગળ વધશે તે મને વિશ્વાસ છે.સંક્રમણ અને ઘાતક વાયરસ પર સંશોધન થશે.માત્ર માનવી પર જ નહીં પણ પશુ થી માનવ પર થતા રોગો નું પણ રિસર્ચ થશે.70 ટકા વાયરસ પશુ દ્વારા માણસ મા આવે છે.ચાંદીપુરા વાયરસ અને લંપી જેવા વાયરસ આપડે ગુજરાતમાં જોયા છે.BSL3 થી પણ ઉપર BSL-4 ની જરૂરિયાત છે.11 વર્ષમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશમાં ખૂબ વિકાસ થયો છે.
સોમનાથ મંદિર પર હુમલાને લઈને અમિત શાહે શું કહ્યું ?
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાને સોમનાથમાં સ્વાભિમાન શૌર્યની શરૂઆત કરી છે.1000 વર્ષ પહેલા આક્રમણો થતા હતા.તોડનાર ક્યાં ગુમ થઈ ગયા આજ સોમનાથ મંદિર આજ ઊભું છે.સોમનાથ પરનો હુમલો એ મંદિર પર નહીં પણ આપણા સ્વાભિમાન પર હુમલો હતો.1000 વર્ષ બાદ 1600 વખત તોડ્યા બાદ પણ આજ ગગનચુંબી ભગવી ધજા સાથે અડીખમ ઊભું છે.સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ મિટાવી સરળ નથી .એક વર્ષ સુધી આ સોમનાથમાં સ્વાભિમાન વર્ષ તરીકે ઉજવવામાં આવશે.દેશના શહેરથી લઈ ગામડા સુધી કાર્યક્રમ કરવામાં આવશે.