ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, જાણો 10થી 15 સપ્ટેમ્બર ક્યાં પડશે વરસાદ? | Moneycontrol Gujarati
Get App

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, જાણો 10થી 15 સપ્ટેમ્બર ક્યાં પડશે વરસાદ?

Gujarat weather forecast: ઓગસ્ટના લાંબા વિરામ બાદ ખેડૂતો માટે સારા સમાચાર! હવામાન વિભાગે ગુજરાતમાં 10 થી 15 સપ્ટેમ્બર સુધી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. જાણો તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ.

અપડેટેડ 12:54:14 PM Sep 10, 2026 પર
Story continues below Advertisement
Gujarat weather forecast: ઓગસ્ટના કોરાકટ મહિના બાદ સપ્ટેમ્બરમાં સારા વરસાદની આશા

Gujarat weather forecast: રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ઓગસ્ટ મહિનો લગભગ કોરોકટ ગયો છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા, પરંતુ ખેતીલાયક સારો વરસાદ જોવા મળ્યો ન હતો. સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ વીતી ગયા હોવા છતાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની નવી આગાહી કરી છે. આગામી 9 થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે.

ચાલો વિગતવાર જાણીએ કે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ તમારા જિલ્લામાં કયા દિવસે વરસાદ પડશે:

10 સપ્ટેમ્બર: ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.


ઉત્તર અને મધ્ય ગુજરાત: સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે.

દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી છે.

11 સપ્ટેમ્બરની આગાહી

11 sep 2026

આ દિવસે પણ માહોલ અગાઉના દિવસ જેવો જ રહેશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

12 સપ્ટેમ્બર: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ

12 sep 2026

12 સપ્ટેમ્બરે વરસાદનું જોર દક્ષિણ અને મધ્ય ગુજરાત તરફ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

13 સપ્ટેમ્બર: આ વિસ્તારોમાં જામશે મેઘમહેર

13 sep 2026

આ દિવસે વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

14 સપ્ટેમ્બરની લેટેસ્ટ આગાહી

14 sep 2026

14 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહેશે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 સપ્ટેમ્બરનો માહોલ

15 sep 2026

આ વરસાદી રાઉન્ડના અંતિમ દિવસોમાં એટલે કે 15 સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર સામાન્ય રહેશે, છતાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો- Credit card benefits: સસ્તી નહીં, સાવ ફ્રીમાં મળશે ફ્લાઈટની ટિકિટ! 2026માં ક્રેડિટ કાર્ડ વાપરવાની આ સિક્રેટ ટ્રીક જાણી લો

લાંબા સમયથી સુકાઈ રહેલા પાકને બચાવવા માટે આ વરસાદી રાઉન્ડ ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થશે. ઘરની બહાર નીકળતા પહેલા તમારા વિસ્તારના હવામાનની લેટેસ્ટ જાણકારી ચોક્કસ મેળવી લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 10, 2026 12:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.