પાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધ | Moneycontrol Gujarati
Get App

પાકિસ્તાનની મોટી ભૂલ: અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાક નેવીનું જહાજ, ભારતે નોંધાવ્યો આકરો વિરોધ

Pakistan Naval Ship Collides With Indian Warship: 15 સપ્ટેમ્બર 2026ના રોજ અરબ સાગરમાં પાકિસ્તાની નેવીનું જહાજ ભારતીય યુદ્ધજહાજ સાથે ટકરાયું. પાકિસ્તાનની આ જોખમી હરકત સામે ભારતના વિદેશ મંત્રાલયે આકરો વિરોધ નોંધાવ્યો છે.

અપડેટેડ 01:34:26 PM Sep 16, 2026 પર
Story continues below Advertisement
15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું એક મુખ્ય યુદ્ધજહાજ તેના નિયમિત પેટ્રોલિંગ એટલે કે સર્વેલન્સ મિશન પર હતું. આ જ સમયે પાકિસ્તાન નેવીનું એક જહાજ ખૂબ જ હાઇ-સ્પીડથી ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું.

Pakistan Naval Ship Collides With Indian Warship: અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે એક ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026 ની સાંજે પાકિસ્તાની નૌકાદળના એક જહાજે ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મારી દીધી હતી. પાકિસ્તાની જહાજ ચલાવવાની અસુરક્ષિત અને જોખમી રીતના કારણે આ દુર્ઘટના બની. જોકે, રાહતની વાત એ છે કે આ ટક્કરમાં બંને પક્ષે કોઈ મોટું નુકસાન થયું નથી. પણ આ નાપાક હરકત બાદ ભારતે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે.

ઘટના કેવી રીતે બની?

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, 15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું એક મુખ્ય યુદ્ધજહાજ તેના નિયમિત પેટ્રોલિંગ એટલે કે સર્વેલન્સ મિશન પર હતું. આ જ સમયે પાકિસ્તાન નેવીનું એક જહાજ ખૂબ જ હાઇ-સ્પીડથી ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું. સમુદ્રના આંતરરાષ્ટ્રીય નિયમોને નેવે મૂકીને પાકિસ્તાની જહાજે અસુરક્ષિત રીતે દાવપેચ કર્યા, જેના કારણે બંને દેશોના જહાજો સામસામે અથડાઈ ગયા હતા.


નવી દિલ્હીમાં પાકિસ્તાની રાજદૂતનો ઉધડો લેવાયો

પાકિસ્તાનની આ ‘અનપ્રોફેશનલ' અને ઉશ્કેરણીજનક હરકતને ભારતે ખૂબ ગંભીરતાથી લીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક એક્શન લેતા નવી દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને સમન્સ મોકલીને બોલાવ્યા હતા. તેમને વિદેશ મંત્રાલયમાં બોલાવીને સમુદ્રમાં પાકિસ્તાનના આ અસ્વીકાર્ય અને જોખમી વર્તન સામે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ઈસ્લામાબાદમાં પણ નોંધાયો સત્તાવાર વિરોધ

આ મામલો માત્ર દિલ્હી પૂરતો સીમિત રહ્યો નથી. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં રહેલા ભારતીય હાઈકમિશનના અધિકારીઓને પણ ખાસ સૂચના આપી હતી. આ આદેશ મુજબ, ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં જઈને આ ઘટના અંગે ભારતનો સખત વિરોધ સત્તાવાર રીતે નોંધાવ્યો છે.

1991ના કરારનું ખુલ્લું ઉલ્લંઘન

ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની આ હરકત બંને દેશો વચ્ચે થયેલા જૂના કરારની સીધી વિરુદ્ધ છે. એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયતો અને સૈનિકો/જહાજોની હિલચાલ અંગે અગાઉથી માહિતી આપવાનો એક દ્વિપક્ષીય કરાર થયો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં જે રીતે વર્તન કર્યું છે, તે આ કરારની કલમ 10 નું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

આ પણ વાંચો- UPIના નવા નિયમો: હવે રેલવેથી લઈને પેટ્રોલ પંપ સુધીના મોટા પેમેન્ટ પર લાગશે માત્ર 5 રૂપિયાનો ફ્લેટ ચાર્જ!

ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. પાકિસ્તાને પોતાના લશ્કરી એકમોને સાવચેત રાખવા જોઈએ અને બંને દેશો વચ્ચે થયેલા પરસ્પર કરારોનું સન્માન કરવું જોઈએ. ભારતીય નૌકાદળ દરિયાઈ સુરક્ષા માટે હંમેશા સજ્જ અને સતર્ક છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2026 1:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.