ખેડૂતોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: ઘઉં સહિત 6 રવિ પાકોના MSP વધ્યા, જાણો હવે પ્રતિ ક્વિન્ટલ કેટલા રૂપિયા મળશે
કેન્દ્ર સરકારે 2027-28 માટે ઘઉં સહિત 6 રવિ પાકોના MSPમાં વધારો કર્યો છે. ઘઉંનો નવો ભાવ 2610 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. જાણો ખેડૂતોને શું ફાયદો થશે અને કેબિનેટના અન્ય મોટા નિર્ણયો.
શના મુખ્ય રવિ પાક એવા ઘઉંના MSP માં સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 નો વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ 2027-28 ની સીઝન માટે ઘઉંનો નવો ટેકાનો ભાવ વધીને 2,610 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે.
Cabinet decision: કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને એક બહુ મોટી ખુશખબર આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રવિ પાકો પકવતા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે માર્કેટિંગ સીઝન 2027-28 માટે ઘઉં સહિત 6 મુખ્ય રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રવિ પાકની વાવણીની સીઝન પહેલા જ આ જાહેરાત ખેડૂતો માટે મોટી રાહત લઈને આવી છે.
ઘઉંના MSP માં કેટલો વધારો થયો?
દેશના મુખ્ય રવિ પાક એવા ઘઉંના MSP માં સરકારે પ્રતિ ક્વિન્ટલ 25 નો વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ 2027-28 ની સીઝન માટે ઘઉંનો નવો ટેકાનો ભાવ વધીને 2,610 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. અગાઉ 2026-27 માં આ ભાવ 2,585 હતો. મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી કે ઘઉંના ઉત્પાદનનો ખર્ચ આશરે 1,264 પ્રતિ ક્વિન્ટલ આવે છે. એટલે કે, સરકાર જે 2,610 નો નવો ભાવ આપી રહી છે, તે ઉત્પાદન ખર્ચ કરતા બમણાથી પણ વધુ છે. કૃષિ મંત્રાલયે 2026-27 ના પાક વર્ષ માટે ઘઉંના ઉત્પાદનનો ટાર્ગેટ 12.1 કરોડ ટન રાખ્યો છે.
VIDEO | Delhi: Addressing a press conference on Cabinet decisions, Union Minister Ashwini Vaishnaw says, "Three major decisions were taken today, which will have a far-reaching impact across the country. The first decision is regarding the fixing of MSP for rabi crops. As you… pic.twitter.com/6jedAobYQV
માત્ર ઘઉં જ નહીં, સરકારે અન્ય પાંચ રવિ પાકોના MSP માં પણ સારો એવો વધારો કર્યો છે, જે નીચે મુજબ છે.
જવ: 2,150 થી વધારીને 2,286 પ્રતિ ક્વિન્ટલ
ચણા: 5,875 થી વધારીને 5,958 પ્રતિ ક્વિન્ટલ
મસૂર: 7,000 થી વધારીને 7,390 પ્રતિ ક્વિન્ટલ
રાયડો-સરસવ: 6,200 થી વધારીને 6,613 પ્રતિ ક્વિન્ટલ
કુસુમ (સન ફ્લાવર): 6,540 થી વધારીને 7,215 પ્રતિ ક્વિન્ટલ
ખેડૂતોને થશે 90,962 કરોડનું ચૂકવણું
સરકારના એક અંદાજ મુજબ, 2027-28 ની માર્કેટિંગ સીઝનમાં આશરે 324 લાખ ટન રવિ પાકની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી પેટે ખેડૂતોને કુલ 90,962 કરોડનું જંગી ચૂકવણું કરવામાં આવશે. આ નવા ભાવ કૃષિ ખર્ચ અને કિંમત આયોગની ભલામણો, હવામાનના જોખમો અને વૈશ્વિક બજારને ધ્યાનમાં રાખીને નક્કી કરાયા છે.
કેબિનેટમાં લેવાયેલા અન્ય 2 મોટા નિર્ણયો
આ બેઠકમાં ખેતી ઉપરાંત દેશના વિકાસને લગતા વધુ બે દૂરગામી નિર્ણયો લેવાયા છે.
પીએમ ધારા યોજના: દેશમાં રિન્યુએબલ એનર્જી (ગ્રીન ઉર્જા) ને ગ્રીડ સાથે જોડવા અને સ્માર્ટ ટ્રાન્સમિશન માટે આ મોટા પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે.
દિલ્હી માટે ITMS: રાજધાની દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આધુનિક 'ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક સુરક્ષા આપવા માટે કટિબદ્ધ છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં ઘઉં અને અન્ય રવિ પાકોની વાવણી શરૂ થાય છે. વાવણી પહેલા જ ભાવ વધારાની જાહેરાત થવાથી ખેડૂતોને પાકનું આયોજન કરવામાં સરળતા રહેશે અને તેમને મહેનતનું પૂરતું વળતર મળશે.