અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત વડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ્સના નામે ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ, 2021થી 58થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓએ લગભગ 500 દર્દીઓ પર અનધિકૃત રીતે દવાઓના ટ્રાયલ્સો કર્યા, જેમાં ત્રણ દર્દીઓના મોત થયા હોવાનો આરોપ છે. AMCએ સ્વીકાર્યું છે કે, આ ટ્રાયલ્સ માટે જરૂરી એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી, જ્યારે એક કોર્પોરેટરે દાવો કર્યો છે કે, તેમની પાસે આ ટ્રાયલ્સ માટેના MOUની નકલ છે. આ ઘટનાએ તબીબી જગતમાં ખળભળાટ મચાવ્યો છે.