Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે કોહરમ મચી ગાયો, $29000 ની નીચે આવ્યા BitCoin | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે કોહરમ મચી ગાયો, $29000 ની નીચે આવ્યા BitCoin

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે કોહરમ મચી ગયો છે. માર્કેટ કેપ મુજબ, ટૉપ-10માંથી માત્ર બે ક્રિપ્ટો આજે ગ્રીન ઝોનમાં છે, જેમાંથી એક લગભગ ફ્લેટ ભાવ પર છે. માર્કેટ કેપના હિસાબથી સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઈન (Bitcoin)ની વાત કરીએ તો તે દોઢ ટકાથી વધુ ઘટીને 29 હજાર ડૉલર પર આવી ગયો છે.

અપડેટેડ 06:36:57 PM Aug 01, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે કોહરમ મચી ગયો છે. માર્કેટ કેપ મુજબ, ટૉપ-10માંથી માત્ર બે ક્રિપ્ટો - બીએનબી (BNB) અને યૂએસડી કૉઈન (USD Coin)ની આજે ગ્રીન ઝોનમાં છે જેમાંથી એક લગભગ ફ્લેટ ભાવ પર છે. માર્કેટ કેપના હિસાબથી સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઈન (Bitcoin)ની વાત કરીએ તો તે દોઢ ટકાથી વધુ ઘટીને 29 હજાર ડૉલર પર આવી ગયો છે. એક બિટકૉઈન હવે 1,58 ટકાના ઘટાડાની સાથે 28,914.95 ડૉલર (23.78 લાખ રૂપિયા)ના ભાવ (Bitcoin Price)માં મળી રહી છે.

જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ દેઢ ટકાથી વધું નબળો થયો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 1.42 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 1.17 લાખ કરોડ ડૉલર (96.22 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વિકલી ક્રિપ્ટોમાં મિશ્ર વલણ


માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં મિશ્ર વલણ છે. સાત દિવસમાં સૌથી વધુ ટ્રોન નબળો થયા છે અને ત્રણ ટકાથી વધું ઘટ્યો છે. તેના બાદ ડૉજકોઈન અને ઈથેરિયમ એક-એક ટકા અને બિટકૉઈન એક ટકાથી થોડો નબળો થયા છે. જ્યારે ટેથર અને યૂએસી કૉઈન રેડ ઝોનમાં છે પરંતુ લગભગ ફ્લેટ ભાવ પર છે. જ્યારે બીજી તરફ આ દરમિયાન બીએનબી લગભગ 3 ટકા અને સોલાના એક ટકા મજબૂત થયો છે જ્યારે એક્સઆરપી અને કાર્ડાનો ગ્રીન ઝોનમાં છે પરંતુ તેમાં આસ તેજી નથી આવી.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 28,914.95 ડોલર (-)1.58 ટકા
એથેરિયમ (Ethereum) 1,834.63 ડોલર (-)1.78 ટકા
ટેથર (Tether) 0.9998 ડોલર (-)0.01 ટકા
બીએનબી (BNB) 244.67 ડોલર 0.48 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.00 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.6902 ડોલર (-)1.90 ટકા
સોલાના (Solana) 23.43 ડોલર (-)4.31 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.07695 ડોલર (-)2.85 ટકા
કાર્ડાનો (Cardano) 0.305 ડોલર (-)2.55 ટકા
ટ્રોન (Tron) 0.07786 ડોલર (-)0.58 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં વધારો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારે આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 3,270 કરોડ ડોલર (2.69 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 14.49 ટકા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.09 ટકા નબળો થયો છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 48.18 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 01, 2023 6:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.