Gujarat Rain 2025: ગુજરાતમાં મેઘમહેર યથાવત્, રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ, 113 ડેમ હાઈએલર્ટ પર | Moneycontrol Gujarati
Get App

Gujarat Rain 2025: ગુજરાતમાં મેઘમહેર યથાવત્, રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ, 113 ડેમ હાઈએલર્ટ પર

Gujarat Rain 2025: ગુજરાતમાં 2025ના ચોમાસામાં 92.64% વરસાદ નોંધાયો, 113 ડેમ હાઈએલર્ટ પર. સરદાર સરોવરમાં 89% જળસંગ્રહ, ખરીફ વાવેતર 96.29% પૂર્ણ. જાણો લેટેસ્ટ અપડેટ!

અપડેટેડ 12:52:13 PM Sep 04, 2025 પર
Story continues below Advertisement
છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 158 તાલુકામાં સરેરાશ 12 મી.મીથી વધુ વરસાદ નોંધાયો.

Gujarat Rain 2025: ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. રાજ્યમાં 04 સપ્ટેમ્બર 2025 સુધીમાં સરેરાશ 92.64% વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાત 96.94% અને દક્ષિણ ગુજરાત 96.91% સાથે આગળ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 93.79%, કચ્છમાં 85.14% અને સૌરાષ્ટ્રમાં 84.74% વરસાદ નોંધાયો છે.

આ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર છે. 82 ડેમ 100% ભરાયા છે, 68 ડેમ 70-100% વચ્ચે, 24 ડેમ 50-70% અને 17 ડેમ 25-50% વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળસંગ્રહ થયો છે, જે ખેડૂતો અને સિંચાઈ માટે શુભ સંકેત છે.

ખરીફ સિઝનમાં 01 સપ્ટેમ્બર 2025 સુધીમાં 96.29% વાવેતર પૂર્ણ થયું છે. મગફળીનું વાવેતર 22 લાખ હેક્ટરમાં, કપાસનું 20 લાખ હેક્ટરમાં અને ડાંગરનું 08 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું છે. આ વરસાદે ખેડૂતોને બમ્પર ઉત્પાદનની આશા જગાવી છે.

છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 158 તાલુકામાં સરેરાશ 12 મી.મીથી વધુ વરસાદ નોંધાયો. દરમિયાન, IMDએ માછીમારોને 04થી 07 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો- Shikhar Dhawan ED notice: શિખર ધવન પર EDનો સકંજો, ઓનલાઈન બેટિંગ એપ કેસમાં પૂછપરછ માટે તેડું


MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2025 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.