Gujarat Weather: ગુજરાત પર મેઘો મહેરબાન, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો આનંદો, હજુ પણ અતિભારેની છે આગાહી | Moneycontrol Gujarati
Get App

Gujarat Weather: ગુજરાત પર મેઘો મહેરબાન, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો આનંદો, હજુ પણ અતિભારેની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

અપડેટેડ 02:19:28 PM Jun 30, 2023 પર
Story continues below Advertisement
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Weather: આજે મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને કારણે ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં 5 ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ડેમની જળ સપાટીમાં વધારો

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે . ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે. અમરેલીના વડિયામાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. નાજાપુર,તોરી,રામપુર,ખડખડ સહિતના ગામોમાં વરસાદની સટાસટી જામી હતી. ભારે વરસાદના પગલે વડિયાના સુરવો ડેમમાં પાણીની આવક થઇ છે સુરવો ડેમમાં માત્ર 12 કલાકમાં 13 ફૂ2 જળસપાટી વધી છે. સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો હાલ વાવણીમાં લાગી ગયા છે. ઇડર નજીક કુકડીયા ગામની ગૌવાવ નદીમાં નવા નીરની આવક થતા , નદીમાં નવા નીરના ગ્રામજનોએ વધામણા કર્યા હતા.


મધ્યગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે . વડોદરા, આણંદ, ખેડા,મહીસાગર, અને પંચમહાલ જિલ્લામાં ખેતી લાયક વરસાદ થયો છે.

Recent Satellite Imagery shows convective clouds with the possibility of light to moderate spells of rainfall and thunderstorms over Saurashtra & Kutch, south Gujarat Region & North Konkan, Northwest Madhya Pradesh, Chhattisgarh & adjoining areas of East Madhya Pradesh, pic.twitter.com/5fSZrPldIP

તો કચ્છના અંજારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને સમગ્ર શહેર પાણી પાણી થયું હતું. અંજારમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યા પાણી ભરાયા હતા. આજે વહેલી પરોઢે અંજારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે. છેલ્લા 24 કલાકમાં અંજારમાં 8 ઇંચ જેટલું પાણી વરસ્યું છે.

ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચથી વધુ વરસાદ થયો છે. ત્યારે સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો . ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે.

આ પણ વાંચો - PM Modi DU Visit: ‘દિલ્હી યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી નથી પરંતુ એક મૂવમેન્ટ રહી છે' DUના શતાબ્દી સમારોહમાં પીએમ મોદીનું નિવેદન

MoneyControl News

MoneyControl News

First Published: Jun 30, 2023 2:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.