Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્ય પર બનેલી ત્રણ જેટલી સિસ્ટમના કારણે ગુજરાતભરમાં મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગે રવિવારે 7 દિવસની આગાહી કરી છે
Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘ મહેર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડી રાત્રે મધ્ય તથા ઉત્તર ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ધમાકેદાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રવિવારે વ્યક્ત કરવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા આજે અઠવાડિયાની શરુઆત સાથે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી લાઇટ ટુ મોડરેટ રેન રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જોકે, કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સાથે મંગળવારે રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે.
રાજ્ય પર બનેલી ત્રણ જેટલી સિસ્ટમના કારણે ગુજરાતભરમાં મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગે રવિવારે 7 દિવસની આગાહી કરી છે તેમાં તમામ દિવસોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના તથા મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.
માછીમારોને શું ચેતવણી આપવામાં આવી
હવામાન વિભાગ અનુસાર, “માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે કારણ કે, આગામી 24 કલાક દરમિયાન દરિયામાં જોરદાર પવન ફૂંકાશે.” સક્રિય ચોમાસાની સ્થિતિને લીધે, તોફાની હવામાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર પ્રવર્તે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે,સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસી રહેલા વરસાદે ઘેડ પંથકમાં કહેર વર્તાવ્યો છે. ચોમાસાની શરુઆતમાં જ ઘેડ પંથકમાં ફરી પુરની સ્થિતિને જોવા મળી છે.અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાતા ઘેડમાં નદી, નાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કુતિયાણાથી ભોગસર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. જેનાં કારણે ગામો પણ સંપર્ક વિહોળા બન્યા છે. બીજીતરફ ભોગસર, ચીકાસા, છત્રાવા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના સોયાબીન, કપાસ તથા મગફળીના પાક ભારે નુકસાન થયુ છે. ઘેડ પંથક રકાબીઆકારનો હોવાથી ઉપરવાસમાં પડતા વરસાદને લીધે દર વર્ષે આ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળે છે અને જેને લીધે પુરની સ્થિતી સર્જાઇ છે.