ભારતે તેની રક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આગામી પાંચ વર્ષમાં ભારત 52 જાસૂસી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરશે, જે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાને દુશ્મન દેશોની ગતિવિધિઓ પર નજર રાખવા, સરહદોનું નિરીક્ષણ કરવા અને સૈન્ય અભિયાનો દરમિયાન વાસ્તવિક સમયની માહિતી મેળવવામાં મદદ કરશે. આ જાહેરાત ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્ર (ઈન-સ્પેસ)ના અધ્યક્ષ પવન કુમાર ગોયનકાએ ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025 દરમિયાન કરી હતી.