ISRO Bluebird Block-2 Mission: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ફરી એકવાર અવકાશ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે, ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ બહુપ્રતિક્ષિત ‘બ્લુબર્ડ બ્લોક-2’ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ અમેરિકાની AST સ્પેસમોબાઈલ કંપનીના ઉપગ્રહને લો અર્થ ઓર્બિટ (LEO)માં સ્થાપિત કરવાનો છે. આ મિશન સફળ થતાં જ મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં એક મોટું પરિવર્તન આવશે, કારણ કે હવે સ્માર્ટફોન યૂઝર્સ મોબાઈલ ટાવર પર નિર્ભર રહ્યા વગર સીધા અવકાશમાંથી જ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકશે.



