મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશ, મોતની આશંકાથી ખળભળાટ - બારામતીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત | Moneycontrol Gujarati
Get App

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશ, મોતની આશંકાથી ખળભળાટ - બારામતીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે. લેન્ડિંગ સમયે થયેલા આ અકસ્માતમાં અજિત પવારના મોતના અહેવાલો વહેતા થયા છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સ મુજબ તેઓ હોસ્પિટલમાં છે. જાણો ઘટનાની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:07:58 AM Jan 28, 2026 પર
Story continues below Advertisement
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે.

Ajit Pawar Plane Crash: આજે સવારે મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) અને NCP ના દિગ્ગજ નેતા અજિત પવારનું ખાનગી વિમાન પૂણેના બારામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ ચારેકોર અફરા-તફરી મચી ગઈ છે.

1 Maharashtra Deputy CM Aj

કેવી રીતે બની ઘટના?

મળતી માહિતી મુજબ, અજિત પવાર આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બારામતીમાં એક વિશાળ જનસભાને સંબોધવા માટે આવી રહ્યા હતા. જ્યારે પાયલટ વિમાનને રનવે પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ કોઈ ટેકનિકલ ખામી અથવા સંતુલન બગડવાને કારણે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન કોઈ ખેતરમાં તૂટી પડ્યું છે અને તેમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અજિત પવારની સ્થિતિને લઈને સસ્પેન્સ

આ ગોઝારા અકસ્માત બાદ અજિત પવારની સ્થિતિને લઈને અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને વાયરલ સમાચારો મુજબ, આ ક્રેશમાં અજિત પવારનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, એવી પણ માહિતી મળી રહી છે કે ડેપ્યુટી સીએમ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં અજિત પવાર સવાર હતા, પરંતુ તેમના સ્વાસ્થ્ય કે મોત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મૃત્યુઆંક અંગે વિરોધાભાસ

પીટીઆઈ (PTI) એ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે વિમાનમાં કુલ 6 લોકો સવાર હતા અને 6 લોકોના મોત થયા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 1 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.

પવાર પરિવાર બારામતી જવા રવાના

ઘટનાની જાણ થતાં જ પવાર પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાંસદ સુપ્રિયા સુલે સહિત પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક મુંબઈથી બારામતી જવા રવાના થઈ ગયા છે. બારામતી એ પવાર પરિવારનો રાજકીય ગઢ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 2025ની વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારે અહીંથી જ તેમના ભત્રીજા યુગેન્દ્ર પવારને હરાવીને જીત મેળવી હતી. હાલમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 10:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.