અરબ સાગરમાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું મેગા ઓપરેશન: ઈરાની બોટમાંથી 3,000 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાનીઓ ઝડપાયા
Drugs seized in Arabian Sea: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા અરબ સાગરમાં મોટું ઓપરેશન. ઈરાની બોટમાંથી 3,000 કરોડનું 526 કિલો ડ્રગ્સ જપ્ત કરી 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ.
ગુપ્તચર વિભાગને મળેલી પાક્કી માહિતીના આધારે કોસ્ટ ગાર્ડની ટીમો સતર્ક થઈ ગઈ હતી. શંકાસ્પદ બોટને શોધવા માટે દરિયામાં અને હવામાંથી સતત નજર રાખવામાં આવી રહી હતી.
Drugs seized in Arabian Sea: ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયાઈ માર્ગે થતી નશાની ખેપનો પર્દાફાશ કરી ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. અરબ સાગરમાં એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને સુરક્ષા એજન્સીઓએ એક ઈરાની બોટમાંથી 3,000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે જ બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
ગુપ્તચર વિભાગને મળેલી પાક્કી માહિતીના આધારે કોસ્ટ ગાર્ડની ટીમો સતર્ક થઈ ગઈ હતી. શંકાસ્પદ બોટને શોધવા માટે દરિયામાં અને હવામાંથી સતત નજર રાખવામાં આવી રહી હતી. 25 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વીપ નજીક આ શંકાસ્પદ ઈરાની બોટ દેખાતા જ કોસ્ટ ગાર્ડે તેનો પીછો કર્યો હતો. બોટને રોકીને તેમાં ઘૂસીને સર્ચ ઓપરેશન કરતા અંદરથી 526 કિલો જેટલો જંગી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
In an intelligence-led joint operation with ATS Gujarat, and Central Intelligence Agency, @IndiaCoastGuard units interdicted a suspicious Iranian dhow in the Arabian Sea, west of #Lakshadweep. Positive detection, sustained tracking and a hot pursuit culminated in tactical… pic.twitter.com/p2BthJvndS
આખું ઓપરેશન ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ના સંકલન સાથે કરવામાં આવ્યું હતું. રાજ્યની ATS એ પણ પુષ્ટિ કરી છે કે પકડાયેલા 5 લોકો પાકિસ્તાની નાગરિકો છે. હાલમાં જપ્ત કરાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, ઈરાની બોટ અને પાંચેય આરોપીઓને ભારે હથિયારબંધ સુરક્ષા વચ્ચે મુંબઈ લાવવામાં આવ્યા છે. હવે વિવિધ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાનીઓની કડક પૂછપરછ થશે, જેથી આ ડ્રગ્સ ક્યાં મોકલવાનું હતું તેનો ખુલાસો થઈ શકે.
ડ્રગ્સ માફિયાઓને મોટો ફટકો
આ મેગા ઓપરેશન એવા સમયે પાર પડ્યું છે જ્યારે ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ ભારતમાં નશો ઘુસાડવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે, આ જપ્તીના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલના ફાઇનાન્શિયલ નેટવર્કને બહુ મોટું નુકસાન થશે. સાથે જ આ સફળતા દર્શાવે છે કે ભારતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈ પણ ગુનેગાર ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચી શકશે નહીં.