હવામાન વિભાગની નવી આગાહી: UP, બિહાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં 15 ઓગસ્ટ 2026 સુધી ભારે વરસાદનું એલર્ટ | Moneycontrol Gujarati
Get App

હવામાન વિભાગની નવી આગાહી: UP, બિહાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં 15 ઓગસ્ટ 2026 સુધી ભારે વરસાદનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા 10 થી 15 ઓગસ્ટ 2026 સુધી યુપી, બિહાર, એમપી અને ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. જાણો તમારા રાજ્યના લેટેસ્ટ વેધર અપડેટ.

અપડેટેડ 01:19:11 PM Aug 10, 2026 પર
Story continues below Advertisement

IMD Rain Forecast : દેશના ઘણા ભાગોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 10 થી 15 ઓગસ્ટ 2026 વચ્ચે ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર, મધ્ય ભારત અને પશ્ચિમી તટના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 5 દિવસ માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં આફતનો વરસાદ વરસવાની ચેતવણી આપવામાં આવી છે.

કયા રાજ્યોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

યુપી અને બિહારમાં વરસાદની સ્થિતિ

ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. લખનઉ અને કાનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ, બિહારમાં 10 થી 12 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ રહેશે, પરંતુ 13 થી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધશે અને ભારે પવન સાથે એલર્ટ જાહેર કરાયું છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન


આ વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર મધ્ય પ્રદેશમાં જોવા મળશે. પશ્ચિમ એમપીમાં 10 થી 12 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદની ચેતવણી છે. (તાજેતરમાં જ ભોપાલમાં 12 સેમી અને ગુનામાં 7 સેમી વરસાદ નોંધાયો છે). જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગોમાં 12 અને 13 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પહાડી રાજ્યોમાં સાવચેતીની અપીલ

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 10 થી 15 ઓગસ્ટ સુધી સતત વરસાદ પડશે. 12 થી 15 ઓગસ્ટ વચ્ચે અહીંયા અતિ ભારે વરસાદનું એલર્ટ છે, જેથી ભૂસ્ખલનની શક્યતાઓને જોતા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ 13 ઓગસ્ટ સુધી સારો વરસાદ જોવા મળશે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થિતિ

ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 10 થી 15 ઓગસ્ટ દરમિયાન છૂટોછવાયો વરસાદ અને ગાજવીજની શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્રના કોંકણ-ગોવા વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી વ્યાપક અને સતત વરસાદ ચાલુ રહેશે.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારત

દક્ષિણમાં કેરળ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં સતત ભારે વરસાદ ચાલુ રહેશે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં આસામ અને મેઘાલયમાં 13 થી 15 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદ પડી શકે છે.

અન્ય રાજ્યો

ઝારખંડ, છત્તીસગઢ (10 થી 14 ઓગસ્ટ), ઓડિશા (12-15 ઓગસ્ટ), અને પશ્ચિમ બંગાળમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આંદામાન-નિકોબારમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.

વરસાદનું જોર કેમ વધ્યું છે?

IMD ના જણાવ્યા અનુસાર, ઉત્તર મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક 'લો પ્રેશર' સિસ્ટમ સક્રિય છે. આ ઉપરાંત, ચોમાસાની ટ્રફ લાઇન જેસલમેર, ગુનાથી લઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનવાની શક્યતા છે, જે ફરી એકવાર દેશમાં વરસાદનું જોર વધારશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2026 1:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.