હવે Apple અને Samsungને લાગશે ડર! ભારત લાવી રહ્યું છે પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ, જાણો શું છે સરકારનો પ્લાન | Moneycontrol Gujarati
Get App

હવે Apple અને Samsungને લાગશે ડર! ભારત લાવી રહ્યું છે પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ, જાણો શું છે સરકારનો પ્લાન

Indian Smartphone Brand: શું ભારત પોતાનો સ્માર્ટફોન લાવી રહ્યું છે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત. આગામી 12થી 18 મહિનામાં Apple અને Samsungને ટક્કર આપવા ભારતીય બ્રાન્ડ ગ્લોબલ માર્કેટમાં આવશે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

અપડેટેડ 12:31:50 PM Jan 26, 2026 પર
Story continues below Advertisement
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારત હવે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં આગલું પગલું ભરવા જઈ રહ્યું છે.

Indian Smartphone Brand: ભારતીય ટેકનોલોજી અને મોબાઈલ માર્કેટમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને દરેક ભારતીય ગર્વ અનુભવશે. અત્યાર સુધી આપણે Apple, Samsung કે અન્ય ચાઈનીઝ કંપનીઓના ફોન વાપરતા હતા, પરંતુ હવે ભારત સરકાર પોતાની 'મેડ ઇન ઇન્ડિયા' ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સમાચારની પુષ્ટિ ખુદ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે.

ક્યારે લોન્ચ થશે ભારતનો સ્માર્ટફોન?

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 દરમિયાન એક ઇન્ટરવ્યુમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારત હવે સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં આગલું પગલું ભરવા જઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી 12થી 18 મહિનાની અંદર ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ દુનિયા સમક્ષ રજૂ કરી દેશે. આ કોઈ સામાન્ય જાહેરાત નથી, કારણ કે સરકાર આ માટે પૂરતી તૈયારીઓ કરી ચૂકી છે.

સંપૂર્ણ ઈકોસિસ્ટમ અને તૈયારીઓ પૂર્ણ

મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં હવે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગની સિસ્ટમ એકદમ 'મેચ્યોર' થઈ ગઈ છે. ભારત માત્ર ફોન એસેમ્બલ નથી કરી રહ્યું, પણ હવે અહીં એક મજબૂત ઈકોસિસ્ટમ બની ગઈ છે.


આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સરકારે મોબાઈલના સ્પેરપાર્ટ્સ બનાવતા કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ અને આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અન્ય મહત્વના લોકો સાથે બેઠકો પણ પૂર્ણ કરી લીધી છે. એટલે કે, પાયાનું બધું જ 'હોમવર્ક' થઈ ગયું છે અને હવે માત્ર અમલ કરવાનો બાકી છે.

Apple અને Samsungને મળશે સીધી ટક્કર

હાલમાં ગ્લોબલ માર્કેટ અને ભારતીય માર્કેટમાં અમેરિકન કંપની Apple, કોરિયન કંપની Samsung અને ચીનની Oppo, Xiaomi જેવી કંપનીઓનું એકહથ્થુ શાસન છે. ભારત હવે આ મોનોપોલી તોડવા જઈ રહ્યું છે. અશ્વિની વૈષ્ણવના મતે, હવે એ સમય પાકી ગયો છે જ્યારે ભારતની પોતાની બ્રાન્ડ વિશ્વસ્તરે આ મોટી કંપનીઓની હરોળમાં ઉભી રહે. ભારતનો ઉદ્દેશ્ય માત્ર લોકલ માર્કેટ પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ 'ગ્લોબલ બ્રાન્ડ' તરીકે ઉભરીને વિશ્વભરના મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં દસ્તક દેવા માંગે છે.

AI ક્ષેત્રે પણ ભારતની મોટી હરણફાળ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ મુલાકાત માત્ર મોબાઈલ સુધી સીમિત નહોતી. આઈટી મંત્રીએ ગૂગલ ડીપમાઈન્ડ (Google DeepMind) ના CEO ડેમિસ હસાબિસ અને OpenAI (જે ChatGPT બનાવે છે) ના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર ક્રિસ લેહાન સાથે પણ મહત્વની બેઠકો કરી હતી.

આ મુલાકાતમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ભવિષ્ય અને તેમાં રહેલી અપાર શક્યતાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે ભારત આવનારા સમયમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંને ક્ષેત્રે મજબૂતીથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો- કર્તવ્ય પથ પર ભારતીય સેનાનો દબદબો: 'ભૈરવ બટાલિયન'થી લઈને રાફેલ સુધીની તાકાત જોઈ દુશ્મનોમાં ફફડાટ!

MoneyControl News

MoneyControl News

First Published: Jan 26, 2026 12:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.