Get App

PM મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે ખાસ મુલાકાત! જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

India Nepal Bilateral Meet: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ ભારતના 2 દિવસીય પ્રવાસે છે. સોમવારે તેમણે PM મોદી સાથે મુલાકાત કરી અને જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવી. જાણો દ્વિપક્ષીય બેઠકની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 11:40 AM
PM મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે ખાસ મુલાકાત! જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચાPM મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે ખાસ મુલાકાત! જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
34 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે પહેલો દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ

India Nepal Bilateral Meet: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન શાહ) રવિવારે 2 દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રીતે જનકપુરધામ અને અયોધ્યા વચ્ચે દોડનારી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આજે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં વેપાર, ઊર્જા, કનેક્ટિવિટી, રોકાણ અને માળખાગત સુવિધાઓના વિકાસ (Infrastructure Development) સહિતના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

34 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે પહેલો દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ

36 વર્ષીય બાલેન શાહ માર્ચ મહિનામાં નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર સત્તાવાર દ્વિપક્ષીય વિદેશ પ્રવાસે ભારત આવ્યા છે. આ પહેલા તેઓ સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવેલા બાલેન શાહ નેપાળ એરલાઈન્સની નિયમિત કોમર્શિયલ ફ્લાઈટ મારફતે ભારત પહોંચ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો