PM મોદીએ ભારત-EU ડીલને ગણાવી ‘Mother of All Deals’, કહ્યું ‘મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઈલ સેક્ટરને થશે બમ્પર ફાયદો’
PM Modi on India-EU Trade Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના કરારને ઐતિહાસિક ગણાવ્યો છે. ‘ઇન્ડિયા એનર્જી વીક 2026’માં PM મોદીએ કહ્યું કે આ ‘Mother of All Deals’ છે, જેનાથી મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ અને જેમ્સ-જ્વેલરી સેક્ટરને મોટો ફાયદો થશે. વાંચો વિગતે.
PM Modi on India-EU Trade Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના કરારને ઐતિહાસિક ગણાવ્યો છે.
PM Modi on India-EU Trade Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા કરારને એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. મંગળવારે ‘ઇન્ડિયા એનર્જી વીક 2026’ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ દેશ અને દુનિયાને સંબોધતા કહ્યું કે, 26 જાન્યુઆરીએ ભારત અને EU વચ્ચે જે સમજૂતી થઈ છે, તેને દુનિયાભરના લોકો ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (તમામ ડીલ્સની જનની) કહી રહ્યા છે. આ કરાર ભારત અને યુરોપના ભવિષ્ય માટે નવી તકો લઈને આવ્યો છે.
દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ એકસાથે
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ભારત એક ઝડપથી વિકસતી ઈકોનોમી છે. આ ડીલ દુનિયાની બે મહાસત્તાઓ વચ્ચેની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. આંકડાઓની વાત કરીએ તો, આ સમજૂતી ગ્લોબલ GDP ના 25% અને ગ્લોબલ ટ્રેડના 1/3 હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ કરારથી ભારતના 140 કરોડ લોકો અને યુરોપના કરોડો લોકો માટે વિકાસના નવા દરવાજા ખૂલશે.
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને મળશે બૂસ્ટ
આ ટ્રેડ ડીલનો સીધો ફાયદો ભારતના ઉદ્યોગોને થવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ સમજૂતીથી ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જબરદસ્ત વેગ મળશે અને સાથે જ સર્વિસ સેક્ટરનો પણ વિસ્તાર થશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના કારણે દુનિયાના દરેક ઈન્વેસ્ટર અને બિઝનેસમેનનો ભારત પર ભરોસો વધશે અને તેઓ અહીં રોકાણ કરવા માટે વધુ ઉત્સાહિત થશે.
#WATCH | Prime Minister Narendra Modi says, "Yesterday a big agreement was signed between the European Union and India. People are calling this the mother of all deals. This agreement will bring major opportunities for the public in India and Europe. This is a perfect example of… pic.twitter.com/Tgyzmliyok
વડાપ્રધાને ખાસ ઉલ્લેખ કર્યો કે આ ડીલથી કયા ઉદ્યોગોને સીધો ફાયદો થશે. તેમણે આ સેક્ટર્સ સાથે જોડાયેલા લોકોને અભિનંદન પણ આપ્યા:
* ટેક્સટાઈલ (કાપડ ઉદ્યોગ)
* જેમ્સ એન્ડ જ્વેલરી (હીરા અને આભૂષણ)
* લેધર અને શૂઝ (ચામડા ઉદ્યોગ)
પીએમ મોદીએ કહ્યું કે, આ સેક્ટરના સાથીઓ માટે આ ડીલ ખૂબ જ મદદગાર સાબિત થવાની છે.
લોકશાહી અને ગ્લોબલ પાર્ટનરશિપ મજબૂત થશે
માત્ર વેપાર જ નહીં, પરંતુ આ કરાર લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને પણ મજબૂત કરે છે. બંને પ્રદેશો વચ્ચે એનર્જી, ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહયોગ વધવાની પૂરી સંભાવના છે. પીએમ મોદીએ અંતમાં કહ્યું કે, ભારત આજે દરેક સેક્ટરમાં ગ્લોબલ પાર્ટનરશિપ પર ફોકસ કરી રહ્યું છે અને આ ડીલ તેનો જ એક મહત્વનો ભાગ છે.