NEET પેપર લીક અને CJP ના વિરોધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે' | Moneycontrol Gujarati
Get App

NEET પેપર લીક અને CJP ના વિરોધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે'

NEET-UG 2026 પેપર લીક અને CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીનું મોટું એલાન. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે. જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, વાંચો સંપૂર્ણ સમાચાર.

અપડેટેડ 10:15:40 AM Jul 23, 2026 પર
Story continues below Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

કેન્દ્ર સરકારે દેશભરમાં ચકચાર મચાવનાર પેપર લીક મામલે હવે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. NEET-UG 2026 ના પેપર લીકના આરોપોને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ જ વિરોધ પ્રદર્શન વચ્ચે ગુરુવારે, 23 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ મુદ્દે ખુલીને વાત કરી છે અને એક મોટો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.

પીએમ મોદીનું મોટું એલાન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થશે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા મળે અને કેસનો ઝડપી નિકાલ થાય, તે માટે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' ની રચના કરવામાં આવશે."

તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું કે, "આ અંગે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયોમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે."


CJPનું વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ

ઉલ્લેખનીય છે કે, NEET-UG 2026 પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

જેપી નડ્ડાનો રાહુલ ગાંધી પર આકરો પ્રહાર

બીજી તરફ, આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. નડ્ડાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના નામે પોતાની 'રાજકીય રોટલીઓ' શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિપક્ષને સંસદમાં ચર્ચા માટે ખુલ્લું આમંત્રણ

જેપી નડ્ડાએ કેટલીક મહત્વની બાબતો પર ભાર મૂકતા કહ્યું કે,,મોદી સરકાર એક જવાબદાર અને સંવેદનશીલ સરકાર છે. અમે સંસદમાં આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.વિપક્ષે માત્ર આક્ષેપબાજી કરવાને બદલે સંસદમાં ચર્ચામાં ભાગ લેવો જોઈએ અને પેપર લીકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારનો સાથ આપવો જોઈએ. નડ્ડાએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા કહ્યું કે તેઓ માત્ર પસંદગીના રાજ્યોનો જ ઉલ્લેખ કરે છે. કોંગ્રેસ કે વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ પેપર લીકની ઘટનાઓ બને છે, પરંતુ રાહુલ ગાંધી ત્યાં મૌન રહે છે. પેપર લીકનો મામલો તપાસનો વિષય છે અને સરકાર જનતા સમક્ષ એકે-એક પોઈન્ટનો જવાબ મુકશે.

આ પણ વાંચો-'અમારો સમય બગાડશો નહીં...': CJP પ્રદર્શનકારીઓ પર પોલીસ એક્શન મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીનો સ્પષ્ટ ઇનકાર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2026 10:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.