PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ': નવી ઓફિસમાં આવતા જ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, જાણો સામાન્ય જનતાને શું મળશે? | Moneycontrol Gujarati
Get App

PM મોદીનું નવું સરનામું ‘સેવા તીર્થ': નવી ઓફિસમાં આવતા જ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, જાણો સામાન્ય જનતાને શું મળશે?

PM Modi Seva Tirth New PMO Office: PM મોદીનું કાર્યાલય હવે સાઉથ બ્લોકથી 'સેવા તીર્થ'માં શિફ્ટ થયું છે. નવી ઓફિસના પહેલા જ દિવસે PM મોદીએ ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટે 4 મોટા નિર્ણય લીધા છે. જાણો શું છે PM RAHAT યોજના અને અન્ય લાભો.

અપડેટેડ 06:45:21 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
PM Modi Seva Tirth New PMO Office: દેશની સત્તાનું કેન્દ્ર ગણાતા વડાપ્રધાનના કાર્યાલયનું સરનામું હવે બદલાઈ ગયું છે.

PM Modi Seva Tirth New PMO Office: દેશની સત્તાનું કેન્દ્ર ગણાતા વડાપ્રધાનના કાર્યાલયનું સરનામું હવે બદલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નવા કાર્યાલય ‘સેવા તીર્થ'નું ઉદ્ઘાટન કર્યું છે. છેલ્લા 78 વર્ષથી રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી જે સત્તાનો કારભાર ચાલતો હતો, તે હવેથી 'સેવા તીર્થ' ખાતે શિફ્ટ થઈ ગયો છે.

આ નવી અને હાઈટેક ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે જ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ માટે 4 મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે આ અંગેની જાણકારી આપી હતી. ચાલો જાણીએ કે આ નવી ઓફિસમાંથી લેવાયેલા પહેલા ચાર નિર્ણયો કયા છે જે સીધા સામાન્ય જનતાને સ્પર્શે છે.

21 PM Modis new address

PM મોદીના 4 મોટા નિર્ણયો: કોને શું મળ્યું?

વડાપ્રધાન મોદીએ જે ફાઈલો પર સૌથી પહેલા સહી કરી છે, તેમાં સામાન્ય માણસના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતો અને મહિલાઓના વિકાસની વાત છે.


PM RAHAT (રાહત) યોજના: આ એક મોટી જાહેરાત છે. હવેથી અકસ્માતનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર રુપિયા 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર પૂરી પાડશે. અકસ્માત સમયે પૈસાના અભાવે કોઈનો જીવ ન જાય તે માટે આ નિર્ણય ખૂબ મહત્વનો સાબિત થશે.

લખપતિ દીદી યોજનાનો વ્યાપ વધ્યો: મહિલા સશક્તિકરણને વેગ આપતા સરકારે ‘લખપતિ દીદી' યોજનાનો લક્ષ્યાંક બમણો કરી દીધો છે. હવે આ ટાર્ગેટ વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે ‘કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ'નો ટાર્ગેટ વધારવામાં આવ્યો છે. આ ફંડ પહેલા રુપિયા 1 લાખ કરોડનું હતું, જે હવે વધારીને રુપિયા 2 લાખ કરોડ કરી દેવામાં આવ્યું છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: દેશમાં નવા આઈડિયા અને રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે સરકારે રુપિયા 10,000 કરોડના ફંડ સાથે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0' ને મંજૂરી આપી છે. આનાથી ડીપ-ટેક રિસર્ચ અને યુવા સાહસિકોને મોટી મદદ મળશે.

PM Modi Seva Tirth New PMO Office: PM મોદીનું કાર્યાલય હવે સાઉથ બ્લોકથી 'સેવા તીર્થ'માં શિફ્ટ થયું છે. નવી ઓફિસના પહેલા જ દિવસે PM મોદીએ ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટે 4 મોટા નિર્ણય લીધા છે. PM Modi Seva Tirth New PMO Office: PM મોદીનું કાર્યાલય હવે સાઉથ બ્લોકથી 'સેવા તીર્થ'માં શિફ્ટ થયું છે. નવી ઓફિસના પહેલા જ દિવસે PM મોદીએ ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકો માટે 4 મોટા નિર્ણય લીધા છે.

78 વર્ષ જૂનો ઈતિહાસ બદલાયો

ઉલ્લેખનીય છે કે, આઝાદી પછીથી એટલે કે છેલ્લા 78 વર્ષથી દિલ્હીના સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક ભારતીય સત્તાનું કેન્દ્ર બિંદુ હતા. 15 ઓગસ્ટ, 1947ના રોજ જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક સાઉથ બ્લોકમાં મળી હતી. આજે 13 ફેબ્રુઆરી, 2026ના રોજ આ ઐતિહાસિક ઈમારતમાં છેલ્લી કેબિનેટ બેઠક યોજાઈ અને ત્યારબાદ સત્તાવાર રીતે કામકાજ 'સેવા તીર્થ'માં શિફ્ટ કરવામાં આવ્યું.

એવી શક્યતાઓ છે કે હવે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકને મ્યુઝિયમ (સંગ્રહાલય) તરીકે વિકસાવવામાં આવશે, જેથી લોકો ભારતના લોકશાહી ઇતિહાસને જાણી શકે.

કેવું છે નવું PMO ‘સેવા તીર્થ'?

વડાપ્રધાનનું નવું કાર્યાલય માત્ર એક ઓફિસ નથી પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પરિસર છે.

વિસ્તાર અને ખર્ચ: આ સંકુલ 2.26 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે અને તેના નિર્માણ પાછળ અંદાજે 1189 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ત્રણ મુખ્ય વિભાગો એક જ જગ્યાએ: અત્યાર સુધી PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને કેબિનેટ સચિવાલય અલગ અલગ જગ્યાએ હતા. હવે 'સેવા તીર્થ'માં આ ત્રણેય મહત્વના વિભાગો એકસાથે રહેશે.

બિલ્ડિંગની રચના: અહીં ત્રણ મુખ્ય ઇમારતો છે - સેવા તીર્થ-1 (PMO), સેવા તીર્થ-2 (કેબિનેટ સચિવાલય) અને સેવા તીર્થ-3 (રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય).

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની ઓફિસો પણ હવેથી કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2માં શિફ્ટ થઈ જશે. આમ, દિલ્હીમાં વહીવટી કામકાજ માટે એક નવો અધ્યાય શરૂ થયો છે.

આ પણ વાંચો- ADR Report: રાજકીય પક્ષો પર 3800 કરોડની ‘ધનવર્ષા’, BJPને મળ્યો સિંહફાળો; જાણો કોંગ્રેસની સ્થિતિ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 6:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.