FY24માં GDP ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન, RBIએ મોનિટરી પોલીસીમાં વ્યક્ત કરી આશા
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અર્થતંત્રમાં ડિમાન્ડ મજબૂત છે, જે ગ્રોથને વેગ આપશે. ગ્રામીણ વિસ્તારોમાં ડિમાન્ડ વધી રહી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે પહેલાથી જ મજબૂત છે. તેમણે કહ્યું કે પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8 ટકા રહી શકે છે. બીજા ક્વાર્ટરમાં એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 6.5 ટકા રહેવાની ધારણા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ ફાયનાન્સિયલ વર્ષ 2023-24માં 6.4 ટકાના જીડીપી ગ્રોથનો અંદાજ મૂક્યો હતો. આ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો.
RBIએ 8 જૂને તેની મોનિટરી પોલીસીમાં ફાયનાન્સિયલ વર્ષ 2023-24માં ભારતનો GDP ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાની હેલ્થ વિશે ઘણી બાબતો જણાવી. તેમણે કહ્યું કે અર્થતંત્રમાં ડિમાન્ડ મજબૂત છે, જે ગોથને પ્રોત્સાહન આપશે. રૂરલ વિસ્તારોમાં ડિમાન્ડ વધી રહી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે પહેલાથી જ મજબૂત છે. તેમણે કહ્યું કે પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8 ટકા રહી શકે છે. બીજા ક્વાર્ટરમાં એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 6.5 ટકા રહેવાની ધારણા છે. ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 6 ટકા રહી શકે છે. છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે માર્ચ ક્વાર્ટરમાં તે 5.7 ટકા રહેશે.
મોટાભાગની ફાયનાન્સિયલ સંસ્થાઓએ 5.5થી 6.3 ગ્રોથની આગાહી કરી છે
મોટાભાગની ફાયનાન્સિયલ સંસ્થાઓએ આ ફાયનાન્સિયલ વર્ષમાં 5.5 થી 6.3 ટકાની રેન્જમાં જીડીપી ગ્રોથની આગાહી કરી છે. OECDએ કહ્યું છે કે FY24માં ભારતનો વિકાસ દર 6 ટકા રહેશે. વિશ્વ બેન્કે આ ફાયનાન્સિયલ વર્ષમાં અર્થતંત્રનો વિકાસ 6.3 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જેપી મોર્ગન કહે છે કે ફાયનાન્સિયલ વર્ષ 24 માં જીડીપી ગ્રોથ 5.5 ટકા રહી શકે છે. UBSએ આર્થિક ગ્રોથ 6.2 ટકા રહેવાની આગાહી કરી છે.
માર્ચ ક્વાર્ટરમાં વિશ્લેષકોની અપેક્ષા કરતાં ગ્રોથ વધુ
આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ ફાયનાન્સિયલ વર્ષ 2023-24માં 6.4 ટકાના જીડીપી ગ્રોથનો અંદાજ મૂક્યો હતો. આ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોની અપેક્ષા કરતાં વધુ હતું. ફાયનાન્સિયલ વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 9.1 ટકા હતો. તેનું મુખ્ય કારણ ફાયનાન્સિયલ વર્ષ 2020-21નો નીચો આધાર હતો. ત્યારબાદ કોરોના મહામારીના કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, તે પછી, ઝડપી ગ્રોથને કારણે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું હતું.
RBI ગ્રોથ પર ફોકસ વધારી શકે
સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને તેમની ફાયનાન્સિયલ પોલીસી રજૂ કરી હતી. તેમણે કહ્યું કે મોંઘવારી ઘટી રહી છે. સતત બે મહિનાથી તેમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તે હજુ પણ 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં વધુ છે. તેથી જ તેના પર નજીકથી નજર રાખવી મહત્વપૂર્ણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફુગાવો મોટાભાગે નિયંત્રણમાં આવ્યા બાદ કેન્દ્રીય બેન્કનું ધ્યાન આર્થિક ગ્રોથ પર કેન્દ્રિત થઈ શકે છે. વિશ્વના ઘણા મોટા દેશોમાં આર્થિક સુસ્તી દેખાઈ રહી છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે.