CBSE સ્કૂલો માટે કડક નિયમ: હવે 30 વિદ્યાર્થીએ 1 શિક્ષક ફરજિયાત, વેબસાઈટ પર આ વિગતો જાહેર કરવી પડશે | Moneycontrol Gujarati
Get App

CBSE સ્કૂલો માટે કડક નિયમ: હવે 30 વિદ્યાર્થીએ 1 શિક્ષક ફરજિયાત, વેબસાઈટ પર આ વિગતો જાહેર કરવી પડશે

CBSE Mandatory Disclosure 2026: CBSE બોર્ડે સ્કૂલો સામે લાલ આંખ કરી છે. હવે દરેક શાળાએ વેબસાઈટ પર લાયક શિક્ષકો, ફી અને સુવિધાઓની માહિતી મૂકવી પડશે. 30 વિદ્યાર્થીએ 1 શિક્ષકનો રેશિયો જાળવવો ફરજિયાત છે. જાણો વિગતે.

અપડેટેડ 10:26:15 AM Jan 16, 2026 પર
Story continues below Advertisement
CBSE Mandatory Disclosure 2026: CBSE બોર્ડે સ્કૂલો સામે લાલ આંખ કરી છે.

CBSE Mandatory Disclosure 2026: વાલીઓ જ્યારે પોતાના બાળકને સ્કૂલમાં મુકવા જાય છે, ત્યારે તેમને સ્કૂલની સાચી પરિસ્થિતિ, શિક્ષકોની લાયકાત કે ફી માળખા વિશે પૂરતી માહિતી મળતી નથી. પરંતુ હવે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) એ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે તમામ સંલગ્ન શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓએ પોતાની વેબસાઈટ પર શાળાની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવી પડશે.

શાળાઓએ 'મેન્ડેટરી ડિસ્ક્લોઝર' અંતર્ગત માહિતી આપવી પડશે

CBSE બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ અનેકવાર સૂચનાઓ આપવા છતાં ઘણી શાળાઓ પોતાની વેબસાઈટ પર જરૂરી માહિતી મૂકતી નથી. આ બાબતને ગંભીરતાથી લઈને બોર્ડે નવો પરિપત્ર જાહેર કર્યો છે. જેને 'રિવાઇઝ્ડ મેન્ડેટરી ડિસ્ક્લોઝર ફોર્મેટ' નામ આપવામાં આવ્યું છે. હવે શાળાઓએ આચાર્ય, શિક્ષકો, ફીનું ધોરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી બાબતો વેબસાઈટ પર ફરજિયાત મૂકવી પડશે. જો કોઈ સ્કૂલ માહિતી છુપાવશે તો તેની સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે.

30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકનો નિયમ ફરજિયાત

શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે બોર્ડે સૌથી મહત્વનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થીના રેશિયો અંગે લીધો છે. હવે દરેક સ્કૂલે 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક રાખવો ફરજિયાત રહેશે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ ગણતરીમાં સ્કૂલના આચાર્ય, ફિઝિકલ ટ્રેનર કે કાઉન્સેલરનો સમાવેશ 'શિક્ષક' તરીકે કરી શકાશે નહીં. એટલે કે ભણાવતા શિક્ષકોની સંખ્યા અલગથી જાળવવી પડશે.


વાલીઓ માટે કઈ માહિતી જાણવી સરળ બનશે?

નવા નિયમો મુજબ શાળાઓએ નીચે મુજબની વિગતો ઓનલાઇન જાહેર કરવી પડશે, જેથી વાલીઓ ઘરે બેઠા જ સ્કૂલ વિશે જાણી શકે શાળામાં કેટલા લાયક (Qualified) શિક્ષકો છે અને તેમની વિગતો. છેલ્લા 3 વર્ષના બોર્ડના પરિણામો. બોર્ડનું એફિલિએશન, ફાયર સેફ્ટી, હેલ્થ એન્ડ સેનિટેશન સર્ટિફિકેટ. સ્કૂલ કેમ્પસનો વિસ્તાર, લેબોરેટરી, શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા. ફી માળખું, એડમિશન પ્રોસેસ, એકેડેમિક કેલેન્ડર અને મેનેજમેન્ટ કમિટીની વિગતો.

15 સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન

CBSE બોર્ડે તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે આ તમામ માહિતી આગામી 15 સપ્ટેમ્બર પહેલાં શાળાની વેબસાઈટ પર અપલોડ કરી દેવી. જો આ સમયમર્યાદામાં કોઈ શાળા વિગતો જાહેર નહીં કરે અથવા નિયમોનું પાલન નહીં કરે, તો બોર્ડ દ્વારા સ્કૂલ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. આમ, બોર્ડના આ નિર્ણયથી વાલીઓને મોટી રાહત મળશે અને શિક્ષણ જગતમાં પારદર્શિતા આવશે.

આ પણ વાંચો- Iran-US War Crisis: યુદ્ધના આરે ઉભેલા ટ્રમ્પને આ 4 દેશોએ કેવી રીતે રોક્યા? અમેરિકાને પણ આપી દીધી ખુલ્લી ચેતવણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 10:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.