સુરત અને તાપીવાસીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો! સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો 1થી 6 સુધીનો કર્યો વધારો
Sumul Dairy Milk Price Hike: મોંઘવારી વચ્ચે સુરતની સુમુલ ડેરીએ દૂધના ભાવમાં 1 થી 6 નો વધારો ઝીંક્યો છે. 19 નવેમ્બરથી અમલી બનેલા આ ભાવવધારાથી સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકોને અસર થશે.
ભેંસનું દૂધ અને અમૂલ ગોલ્ડ વાપરતા ગ્રાહકોને સૌથી મોટો ફટકો
Sumul Dairy Milk Price Hike: સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. અમૂલ (Amul) દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે સુરતની સુમુલ ડેરી (Sumul Dairy) એ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો ઝીંક્યો છે. ડેરી દ્વારા દૂધની વિવિધ વેરાયટી અને પેકિંગ સાઈઝ પ્રમાણે 1 થી લઈને 6 સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી એટલે કે 19 નવેમ્બરથી જ અમલમાં આવી ગયો છે, જેના પગલે સુરત અને તાપી જિલ્લાના લાખો પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડશે.
ભેંસનું દૂધ અને અમૂલ ગોલ્ડ વાપરતા ગ્રાહકોને સૌથી મોટો ફટકો
સુમુલ ડેરીના આ નિર્ણયની સૌથી વધુ અસર ભેંસના દૂધ અને ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરતા ગ્રાહકો પર પડશે:
બફેલો મિલ્ક (ભેંસનું દૂધ): ભેંસના દૂધના 1 લિટરના પેકેટમાં સીધો 6 નો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે ગ્રાહકોને 1 લિટર પેકેટ 78 ના બદલે 84 માં પડશે.
અમૂલ ગોલ્ડ (Amul Gold): સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડના 1 લિટરના પેકેટમાં 4 નો વધારો થતાં હવે ગ્રાહકોએ 72 ના બદલે 76 ચૂકવવા પડશે. જ્યારે અમૂલ ગોલ્ડનું 500 ml નું પેકેટ 36 થી વધીને 38 થયું છે.
અમૂલ તાઝા, શક્તિ અને ગાયના દૂધના નવા ભાવ
અન્ય વેરાયટીના દૂધના પેકેટમાં થયેલો ભાવવધારો નીચે મુજબ છે:
* અમૂલ તાઝા (500 ml): 2 ના વધારા સાથે હવે 28 ના બદલે 30 માં મળશે.
* સુમુલ ગાયનું દૂધ (500 ml): 2 ના વધારા સાથે હવે 30 ના બદલે 32 માં મળશે.
* અમૂલ શક્તિ (500 ml): 1 ના વધારા સાથે હવે 33 ના બદલે 34 માં પડશે.
* અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ (500 ml): 1 ના વધારા સાથે હવે 26 ના બદલે 27 માં પડશે.
* નાનું પેકેટ (180 ml): 180 ml ના પેકેટમાં 1 નો વધારો થતાં તે 10 ના બદલે હવે 11 માં મળશે.
* સુરત અને તાપી જિલ્લામાં રોજ 12.50 લાખ લિટર દૂધનું વેચાણ: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દરરોજ આશરે 12.50 લાખ લિટર દૂધનું જંગી વેચાણ કરવામાં આવે છે. આ આંકડા પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ભાવવધારાની અસર લાખો પરિવારો પર પડશે.
દૂધ એ રોજિંદા જીવનની અત્યંત આવશ્યક વસ્તુ છે. સવારની ચા-નાસ્તાથી લઈને નાના બાળકો અને રસોડાના વિવિધ વપરાશમાં દૂધની જરૂર પડતી હોવાથી, આજથી લાગુ થયેલો આ ભાવવધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખશે અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગના પરિવારો પર વધારાનો આર્થિક બોજ નાખશે.