T20 World Cup: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! હર્ષિત રાણા OUT, હવે મોહમ્મદ સિરાજની લાગશે લોટરી? | Moneycontrol Gujarati
Get App

T20 World Cup: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! હર્ષિત રાણા OUT, હવે મોહમ્મદ સિરાજની લાગશે લોટરી?

T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત. વર્લ્ડકપમાંથી બહાર થવાની શક્યતા. જાણો તેના સ્થાને મોહમ્મદ સિરાજની એન્ટ્રી અંગે શું છે અપડેટ.

અપડેટેડ 05:50:57 PM Feb 06, 2026 પર
Story continues below Advertisement
T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત.

T20 World Cup: ICC મેન્સ T20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ટૂર્નામેન્ટ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાનો યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો છે. ઈજા ગંભીર હોવાને કારણે તે હવે વર્લ્ડકપમાં રમી શકશે નહીં તેવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. જોકે, હર્ષિત બહાર થતાં અનુભવી બોલર મોહમ્મદ સિરાજ માટે ટીમના દરવાજા ખૂલી શકે છે.

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં થઈ ઈજા

હર્ષિત રાણાને આ ઈજા દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વોર્મઅપ મેચ દરમિયાન થઈ હતી. મેચ દરમિયાન અચાનક તેને ઘૂંટણમાં સખત દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. નોંધનીય છે કે, હર્ષિતે આ મેચમાં માત્ર 1 જ ઓવર નાખી હતી, જેમાં તેણે 16 રન આપ્યા હતા. ત્યારબાદ તે બોલિંગ કરી શક્યો નહોતો.

હર્ષિત OUT, સિરાજની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી?

ટીમ મેનેજમેન્ટને હર્ષિતની ઈજા વિશે જાણ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી BCCI દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હર્ષિત ફિટ નથી. આ સ્થિતિમાં મોહમ્મદ સિરાજની 'લોટરી' લાગી શકે છે. જ્યારે વર્લ્ડકપની મુખ્ય ટીમ જાહેર થઈ હતી ત્યારે સિરાજનું નામ તેમાં નહોતું, પરંતુ હવે હર્ષિતના સ્થાને સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.


31 વર્ષીય મોહમ્મદ સિરાજ પાસે સારો એવો અનુભવ છે. તેણે અત્યાર સુધી 16 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે, જેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. ટૂંક સમયમાં જ આ અંગે ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

અમેરિકા સામેની વોર્મઅપ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "ફિઝિયો હર્ષિતની તપાસ કરી રહ્યા છે, પણ હાલ તેની સ્થિતિ બહુ સારી નથી લાગતી. ટીમના કોમ્બિનેશનને જોતા આ આપણા માટે મોટું નુકસાન છે. જો તે નહીં રમી શકે તો તેની ખોટ ચોક્કસ વર્તાશે. જોકે, અમારી પાસે બીજા ઘણા વિકલ્પો છે અને અમે બેસ્ટ પ્લેયરની પસંદગી કરીશું."

T20 વર્લ્ડકપ માટે ભારતની સંભવિત ટીમ:

* સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)

* જસપ્રીત બુમરાહ

* હાર્દિક પંડ્યા

* અક્ષર પટેલ

* અભિષેક શર્મા

* તિલક વર્મા

* શિવમ દુબે

* સંજૂ સેમસન

* કુલદીપ યાદવ

* વરુણ ચક્રવર્તી

* વોશિંગ્ટન સુંદર

* અર્શદીપ સિંહ

* રીન્કુ સિંહ

* ઈશાન કિશન

* મોહમ્મદ સિરાજ (હર્ષિત રાણાના સ્થાને શક્યતા)

હવે જોવાનું એ રહે છે કે BCCI ક્યારે સત્તાવાર રીતે સિરાજના નામની જાહેરાત કરે છે. ક્રિકેટ ફેન્સની નજર હવે આવનારી અપડેટ્સ પર છે.

આ પણ વાંચો- Gold Silver Investment: દુનિયામાં 95 ધાતુઓ છે તો પણ સોના-ચાંદી જ કેમ લોકોની પહેલી પસંદ? જાણો તેનું અસલી અને વૈજ્ઞાનિક કારણ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2026 5:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.