ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું નવું સરનામું બનશે ભારત? અશ્વિની વૈષ્ણવે WEF માં આપ્યો 'Autumn Davos' નો સંકેત | Moneycontrol Gujarati
Get App

ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું નવું સરનામું બનશે ભારત? અશ્વિની વૈષ્ણવે WEF માં આપ્યો 'Autumn Davos' નો સંકેત

Ashwini Vaishnaw WEF Davos: શું ભારતમાં યોજાશે દાવોસ જેવી ગ્લોબલ બિઝનેસ સમિટ? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે WEF મંચ પરથી 'Autumn Davos' નો વિચાર રજૂ કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ભારતની આર્થિક મજબૂતી અને રોકાણની નવી તકો વિશે વિગતે.

અપડેટેડ 01:00:39 PM Jan 22, 2026 પર
Story continues below Advertisement
Ashwini Vaishnaw WEF Davos: શું ભારતમાં યોજાશે દાવોસ જેવી ગ્લોબલ બિઝનેસ સમિટ? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે WEF મંચ પરથી 'Autumn Davos' નો વિચાર રજૂ કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.

Ashwini Vaishnaw WEF Davos: સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં ભારતે આ વખતે માત્ર હાજરી જ નથી પુરાવી, પણ દુનિયા સમક્ષ પોતાની નવી તાકાત પણ બતાવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વૈશ્વિક મંચ પરથી એક બહુ મોટો સંકેત આપ્યો છે કે ભારત હવે ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે હવે એ સમય પાકી ગયો છે જ્યારે ભારતમાં પણ દાવોસ જેવી જ કોઈ મોટી ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન થવું જોઈએ.

ભારતમાં યોજાશે 'Autumn Davos'?

અશ્વિની વૈષ્ણવે દાવોસના મંચ પરથી ભારત માટે એક નવું વિઝન રજૂ કર્યું છે. તેમણે ભારતમાં ‘Autumn Davos’ (ઓટમ દાવોસ) જેવી ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ યોજવાનો વિચાર મુક્યો છે. આ વાત અત્યારે ગ્લોબલ બિઝનેસ જગતમાં ચર્ચાનો વિષય બની છે. મંત્રીનું કહેવું છે કે દુનિયા હવે ભારતના આર્થિક સુધારાઓ અને રોકાણની તકોને બહુ ગંભીરતાથી જોઈ રહી છે.

જો ભારતમાં દર વર્ષે આવી કોઈ મોટી સમિટ યોજાય, તો તે માત્ર વિદેશી રોકાણકારોને જ આકર્ષિત નહીં કરે, પણ દુનિયાને ભારતની આર્થિક તાકાતનો પણ પરચો આપશે. અશ્વિની વૈષ્ણવે આ વિચારને ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાવ્યું છે.

દેશમાં એક કેન્દ્રીય બિઝનેસ સમિટની જરૂર


અત્યારની સ્થિતિ જોઈએ તો, ભારતમાં સ્ટાર્ટઅપ, ડિજિટલ ઈકોનોમી કે ઇનોવેશનને લગતા અનેક કાર્યક્રમો થાય છે. આ ઉપરાંત રાજ્યોના સ્તરે પણ મોટા આયોજનો થાય છે, જેમ કે વાઈબ્રન્ટ ગુજરાત, બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ, યુપી ઇન્વેસ્ટર્સ સમિટ જોકે, હજુ સુધી એવું કોઈ એક કેન્દ્રીય પ્લેટફોર્મ નથી જ્યાં આખી દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓ એકસાથે ભારત આવે. અશ્વિની વૈષ્ણવનો ઈશારો આ ખાલી જગ્યા ભરવા તરફ હતો.

ભારતની અર્થવ્યવસ્થા બની સુપરપાવર

ભારતની મજબૂત આર્થિક સ્થિતિ પર વાત કરતા તેમણે જણાવ્યું કે, ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. દેશમાં મોંઘવારી કંટ્રોલમાં છે અને અર્થતંત્રના પાયા એકદમ મજબૂત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલા પગલાં જેવા કે GST સુધારા અને ન્યુક્લિયર સેક્ટરને ખોલવાના નિર્ણયથી વિદેશી રોકાણકારોનો ભારત પર ભરોસો વધ્યો છે.

જાપાનને પછાડી ભારત આગળ, AIમાં પણ ડંકો

અશ્વિની વૈષ્ણવે એક બહુ મહત્વની વાત કરી કે 2025માં ભારત જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પણ ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને 7.3% કર્યો છે, જે આપણી તેજ રફતાર બતાવે છે.

ટેકનોલોજીની વાત કરીએ તો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં પણ ભારત ટોચના દેશોની યાદીમાં સામેલ છે. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે ભારત માત્ર એપ્લિકેશન પૂરતું સીમિત નથી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ AI ને લઈને જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં મોટો ખેલ: એકનાથ શિંદેએ ભાજપનું પત્તું કાપવા રાજ ઠાકરેનો સાથ લીધો, KDMCમાં જબરદસ્ત વળાંક

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2026 1:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.