H-1B visa: અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટો ફેરફાર થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ વર્ક પરમિટની ઓટોમેટિક એક્સટેન્શન સુવિધા બંધ કરી દીધી છે. આ નવું નિયમ 30 ઓક્ટોબર 2025થી લાગુ થઈ ગયું છે, જેનાથી H-1B વીઝા ધારકોને તાત્કાલિક અસર થશે. આ સાથે જ, ફ્લોરિડા રાજ્યના ગવર્નર રોન ડેસાન્ટિસે પણ H-1B વીઝાના દુરુપયોગને રોકવા માટે કડક પગલાં લીધાં છે. આ બધું એ સંકેત આપે છે કે વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો, માટે અમેરિકામાં કામ કરવું વધુ મુશ્કેલ બની શકે છે.

