‘હા, હું સરમુખત્યાર જ છું...' - ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી આખી દુનિયામાં ખળભળાટ! જાણો શું છે મામલો?
Trump Dictator Remark: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં સ્વીકાર્યું કે, 'હા, હું એક તાનાશાહ છું.' ટ્રમ્પના આ ચોંકાવનારા નિવેદન પાછળનું અસલી કારણ અને તેમના 'કોમન સેન્સ' વાળા નિર્ણયો વિશે વિગતવાર જાણો.
Trump Dictator Remark: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવોસમાં સ્વીકાર્યું કે, 'હા, હું એક તાનાશાહ છું.'
World Economic Forum Davos: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફાયરબ્રાન્ડ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પોતાની આક્રમક શૈલી અને બેધડક બોલવા માટે જાણીતા ટ્રમ્પે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટો ધડાકો કર્યો છે. સામાન્ય રીતે નેતાઓ પોતાના પર લાગતા આરોપોને ફગાવી દેતા હોય છે, પરંતુ ટ્રમ્પે તો જાહેરમાં સ્વીકારી લીધું કે હા, લોકો મને જે સમજે છે તે સાચું છે!
દાવોસના મંચ પરથી ટ્રમ્પનો મોટો સ્વીકાર
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપ્યા બાદ ટ્રમ્પે જે કહ્યું તેણે સૌને ચોંકાવી દીધા હતા. તેમણે પોતાના ભાષણના વખાણ કરતા કહ્યું કે, "મેં એક સારું ભાષણ આપ્યું અને મને તેના એટલા સારા રિવ્યૂ મળ્યા છે કે મને પોતાને વિશ્વાસ નથી આવી રહ્યો."
પરંતુ અસલી વાત તો ત્યારપછી આવી. ટ્રમ્પ પર હંમેશા સરમુખત્યારશાહી એટલે કે 'તાનાશાહી' વલણ અપનાવવાનો આરોપ લાગતો રહે છે. આ ટીકાઓનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, "સામાન્ય રીતે લોકો વાતો કરતા હોય છે કે આ માણસ (ટ્રમ્પ) એક ભયાનક તાનાશાહ જેવો છે." આ વાતનો સ્વીકાર કરતા તેમણે ઉમેર્યું કે, "હા, હું એક તાનાશાહ છું, પરંતુ ક્યારેક તમારે એક સરમુખત્યાર (Dictator)ની જરૂર હોય છે." ટ્રમ્પનું આ નિવેદન હાલ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લઈ આવ્યું છે.
'મારા નિર્ણયો પાછળ કોઈ વિચારધારા નહીં, પણ કોમન સેન્સ હોય છે'
પોતાની કાર્યશૈલી વિશે સ્પષ્ટતા કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ કોઈ ખાસ લકીરના ફકીર નથી. એટલે કે, તેમના નિર્ણયો કોઈ ચોક્કસ રૂઢિચુસ્ત કે ઉદારવાદી વિચારધારાથી બંધાયેલા હોતા નથી.
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા 95% નિર્ણયો માત્ર ને માત્ર 'કોમન સેન્સ' (સામાન્ય બુદ્ધિ) પર આધારિત હોય છે." તેમના મતે કોઈપણ નિર્ણય લેતી વખતે વ્યવહારિકતા જ સૌથી મહત્ત્વની બાબત છે. પુસ્તકિયા જ્ઞાન કે વિચારધારા કરતા તેઓ પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવામાં માને છે.
OMG: In a historically shocking moment, Donald Trump just went further than ever before - openly praising authoritarian rule. “I’m a dictator… but sometimes you need a dictator.” The mask all the way coming off. Anyone still pretending this is normal is lying to themselves. pic.twitter.com/jvxvnKO9OJ
ભૂતકાળમાં વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા મુદ્દાઓ પર અમેરિકાના વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ્સો તણાવ જોવા મળ્યો હતો. ટ્રમ્પના નિવેદનોને કારણે દુનિયાભરમાં એક ડર હતો કે અમેરિકા કોઈ આક્રમક પગલું ભરશે.
આ અંગે ખુલાસો કરતા ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમના નિવેદનોથી દુનિયામાં થોડી ઉત્તેજના વધી હતી, પરંતુ તેમના ઈરાદાઓને લોકોએ ખોટી રીતે સમજ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "લોકોને એવું લાગ્યું કે હું બળપ્રયોગ કરીશ, પરંતુ મારે બળપ્રયોગ કરવાની કોઈ જરૂર નથી અને હું તે કરવા પણ નથી માંગતો."
ટૂંકમાં, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સાબિત કરી દીધું છે કે તેઓ પોતાની શરતો પર જીવવાનું અને બોલવાનું પસંદ કરે છે, ભલે પછી દુનિયા ગમે તે વિચારે.