'જોરાવર ટેન્ક' વધારશે ભારત અને બેલ્જિયમની તાકાત, બંને દેશો વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો પીએમ મોદીએ શું કહ્યું | Moneycontrol Gujarati
Get App

'જોરાવર ટેન્ક' વધારશે ભારત અને બેલ્જિયમની તાકાત, બંને દેશો વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો પીએમ મોદીએ શું કહ્યું

ભારત અને બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મહત્વના કરાર થયા. પીએમ મોદીએ જોરાવર ટેન્ક અને આતંકવાદના ખાત્મા અંગે શું કહ્યું? વાંચો લેટેસ્ટ માહિતી.

અપડેટેડ 05:41:26 PM Sep 03, 2026 પર
Story continues below Advertisement
આ કરારો બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, સંરક્ષણ અને સુરક્ષા એ બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. આતંકવાદને તેના કોઈપણ સ્વરૂપમાં જડમૂળથી ખતમ કરવો એ ભારત અને બેલ્જિયમની સમાન પ્રતિબદ્ધતા છે.

ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યા છે. ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરની હાજરીમાં બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે વેપાર, સંરક્ષણ, મહત્વના ખનિજો, ક્લીન એનર્જી અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્થિક પ્રગતિ દુનિયા માટે એક નવી તક

મીડિયાને સંબોધતા પીએમ મોદીએ દેશની આર્થિક સ્થિતિ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.8 ટકા રહ્યો છે. ભારતની આ આર્થિક પ્રગતિ સમગ્ર દુનિયા માટે ભરોસા અને નવી તકોનું કેન્દ્ર બની છે. બીજી તરફ, બેલ્જિયમના પીએમ બાર્ટ ડી વેવરે 'ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' ને એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે નવી દિલ્હી અને બ્રસેલ્સ વચ્ચે હવે પહેલા કરતા વધુ વ્યાપક અને વ્યૂહાત્મક સંબંધો બની રહ્યા છે.

'જોરાવર ટેન્ક' પ્રોજેક્ટથી મજબૂત થશે સંબંધો


સંરક્ષણ ક્ષેત્રે થયેલા કરારો વિશે વાત કરતા પીએમ મોદીએ ખાસ કરીને 'જોરાવર ટેન્ક' પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત અને બેલ્જિયમ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જે બંને દેશોની મિત્રતાને વધુ મજબૂત બનાવશે. ભારત હાલમાં પોતાની સુરક્ષા તાકાત વધારવા માટે વિદેશી ટેકનોલોજી અને સ્વદેશી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના સમન્વય પર ભાર આપી રહ્યું છે. આ સંજોગોમાં બેલ્જિયમ સાથેનો ઔદ્યોગિક અને તકનીકી સહયોગ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

આતંકવાદનો સફાયો અને વૈશ્વિક શાંતિની અપીલ

આ કરારો બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે, સંરક્ષણ અને સુરક્ષા એ બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. આતંકવાદને તેના કોઈપણ સ્વરૂપમાં જડમૂળથી ખતમ કરવો એ ભારત અને બેલ્જિયમની સમાન પ્રતિબદ્ધતા છે.

હાલમાં વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ અંગે વાત કરતા પીએમ મોદીએ ઉમેર્યું કે, "ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, ભારત હંમેશા યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોનું દિલથી સમર્થન કરે છે." દુનિયા જ્યારે હાલમાં ત્રણ મોટા વૈશ્વિક સંકટોનો સામનો કરી રહી છે, ત્યારે પીએમ મોદીનું આ નિવેદન ભારતની સ્પષ્ટ શાંતિ નીતિને દર્શાવે છે.

આ પણ વાંચો-નેપાળની તબાહી બાદ હવે સિક્કિમ પર ભયંકર પૂરનો ખતરો? જાણો શું છે GLOF અને તે કેમ છે આટલું ખતરનાક

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2026 5:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.