Get App

Closing Bell - સેન્સેક્સ 631 અંક તૂટ્યો, નિફ્ટી 17920 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 17920 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60115 પર બંધ થયા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2023 પર 6:56 PM
Closing Bell - સેન્સેક્સ 631 અંક તૂટ્યો, નિફ્ટી 17920 ની નીચે બંધClosing Bell - સેન્સેક્સ 631 અંક તૂટ્યો, નિફ્ટી 17920 ની નીચે બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 17920 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60115 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 631 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 187 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લપસતા જોવાને મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.50 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.46 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 631.83 અંક એટલે કે 1.04 ટકાના ઘટાડાની સાથે 60115.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 187 અંક એટલે કે 1.03 ટકા તૂટીને 17914.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.04-2.67 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.33 ટકાના ઘટાડાની સાથે 42,014.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો અને હેલ્થકેર શેરોમાં વધારો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.72-5.67 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, અપોલો હોસ્પિટલ, હિંડાલ્કો, પાવરગ્રિડ, ડિવિઝ લેબ અને ઈન્ડસઈન્ડ બેન્ક 1.01-5.92 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, આઈઓબી, કેનેરા બેન્ક અને કંટેનર કૉર્પ 3-5.19 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, કંસાઈ નેરોલેક, ક્રિસિલ, ઓરબિંદો ફાર્મા અને એન્ડયોરન્સ ટેક્નોલોજી 2.03-3.54 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ન્યુરેકા, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ, પોકરણા અને જેકે બેન્ક 4.48-5.52 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સચિંદર ઈન્ફ્રા, દીપ પોલિમર્સ, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ, ઉગ્રો કેપિટલ અને સફારી ઈન્ડસ્ટ્રીઝ 6.21-13.76 ટકા સુધી ઉછળા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો