Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, બુધવારે ફ્લેટ બંધ થયા અમેરિકી બજાર, US ફ્યૂચર્સમાં પણ મામુલી ઘટાડો

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 19 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.89 ટકા મજબૂતીની સાથે 32,450 ની આસપાસ દેખાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2023 પર 8:39 AM
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, બુધવારે ફ્લેટ બંધ થયા અમેરિકી બજાર, US ફ્યૂચર્સમાં પણ મામુલી ઘટાડોGlobal Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, બુધવારે ફ્લેટ બંધ થયા અમેરિકી બજાર, US ફ્યૂચર્સમાં પણ મામુલી ઘટાડો
એશિયન બજારોમાં જાપાનનું નિક્કેઇ 200 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહ્યા છે. GIFT NIFTYમાં મામુલી તેજી જોવાને મળી રહી છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો દેખાય રહ્યા છે. બુધવારે અમેરિકી બજાર ફ્લેટ બંધ થયા, US ફ્યૂચર્સમાં પણ મામુલી ઘટાડો જોવાને મળ્યો. એશિયન બજારોમાં જાપાનનું નિક્કેઇ 200 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહ્યા છે. GIFT NIFTYમાં મામુલી તેજી જોવાને મળી રહી છે.

ગઈકાલે અમેરિકી બજારમાં મિશ્ર કારોબાર રહ્યો, જ્યાં ડાઓમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર નોંધાયો, જ્યારે નાસ્ડેક અને S&P 500માં લીલા નિશાનમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ઉલ્લખનિય છે કે બોન્ડ યીલ્ડ અને VIXમાં ઘટાડો અને USમાં દર ઘટવાની આશંકાએ અમેરિકી બજારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 19 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.89 ટકા મજબૂતીની સાથે 32,450 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.36 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.23 ટકા ઘટીને 16,703.11 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.44 ટકાની નબળાઈની સાથે 17,490.67 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.16 ટકાની તેજી સાથે 2,425.43 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.51 અંક એટલે કે 0.15 ટકા લપસીને 3,047.86 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો