Get App

Adani ConneXએ દેશની સૌથી મોટા ડેટા સેન્ટર ફેસિલિટી માટે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું

AdaniconneX Deal: 2030 સુધીમાં 1 ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે નિર્ણાયક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે આ ધિરાણથી અદાણીકોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો આરંભ થાય છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 24, 2023 પર 1:56 PM
Adani ConneXએ દેશની સૌથી મોટા ડેટા સેન્ટર ફેસિલિટી માટે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યુંAdani ConneXએ દેશની સૌથી મોટા ડેટા સેન્ટર ફેસિલિટી માટે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું

ચેન્નઈ અને નોઈડામાં આકરા લઈ રહેલાં67 મેગાવોટ પોર્ટફોલિઓના નિર્માણ હેઠળના દેશના સૌથી મોટા ડેટા સેન્ટર માટે અદાણી કોનેક્ષે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL)અને એજકોનેક્ષ (ECX) વચ્ચેના 50:50ના જોઈન્ટ વેન્ચરે ધિરાણ કરવા માટે આંતરરાષ્ટ્રીય બેન્કોના સહયોગ સાથે 21.3 કરોડ ડોલરની સિનિયર ડેટ ફેસિલિટી શરૂ કરી છે.

2030 સુધીમાં 1 ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે નિર્ણાયક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે આ ધિરાણથી અદાણીકોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો આરંભથાય છે.

અદાણીની પૂર્ણપણે ઉર્જા વ્યવસ્થાપન,રિન્યુએબલ પાવર અને પ્રોજેક્ટ વિકાસમાં સંગીનકુશળતા સાથે એજકોનેક્ષના વ્યાપક ડેટા સેન્ટરની કુશળતા અને ઉદ્યોગ ટેક્નોલોજી સોલ્યુશન્સમાં મજબૂત નેતૃત્વ સાથેનો સમન્વય આ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિનો પથ કંડારવામાટે સજ્જ છે.

અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે 21.3 કરોડ ડોલરનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ ટાઈ-અપ સુવિધા 67 મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-1 કેમ્પસના પ્રથમ તબક્કાના 17 મેગાવોટ અને 50 મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો