AI in Defence: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની બુદ્ધિ કેટલી હદે વધી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એન્થ્રોપિકના AI મોડેલ ક્લાઉડનો ઉપયોગ યુએસ સૈન્ય દ્વારા તેના ઓપરેશનમાં કરવામાં આવ્યું હતું જેમાં તત્કાલીન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને યુએસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. શુક્રવારે વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ ખુલાસો કર્યો હતો. અહેવાલ મુજબ, ક્લાઉડને ડેટા કંપની પેલેન્ટિર ટેક્નોલોજીસ સાથે એન્થ્રોપિકની ભાગીદારી દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો, જેનું પ્લેટફોર્મ સંરક્ષણ વિભાગ અને યુએસ કેન્દ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. એન્થ્રોપિકે તાજેતરમાં ભંડોળ રાઉન્ડમાં $3 હજાર કરોડ એકઠા કર્યા હતા અને તેની વૈલ્યૂ $38 હજાર કરોડ છે.

