Asian Markets Today: ગુરુવારે એશિયા-પેસિફિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી છે. એક રાત પહેલા વોલ સ્ટ્રીટમાં આવેલા મોટા કડાકાની સીધી અસર આજે એશિયન માર્કેટ પર પડી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે, જેનાથી મોંઘવારી અને એનર્જી કોસ્ટ વધવાની ચિંતા ઘેરી બની છે. રોકાણકારો હાલમાં મિડલ ઈસ્ટની પરિસ્થિતિ, ઊર્જાના વધતા ભાવ અને વૈશ્વિક વિકાસ પર તેની અસરનો અંદાજ લગાવી રહ્યા છે. ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાના કારણે રિસ્ક સેન્ટિમેન્ટ ખરડાયું છે.

