Bajaj Auto Share Price: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર બનાવા વાડી દિગ્ગજ કંપની બજાજ ઑટો માટે છેલ્લો ક્વાર્ટર નબળો રહ્યો. આ સંબંધિત આંકડાઓ સામે આવ્યા બાદ મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ તેના શેર તૂટ્યા હતા. BSE Sensex આજે 65 હજારને પાર પહોંચી પરંતુ જૂનના નબળા વેચાણના આંકડાઓને કારણે બજાજ ઑટોના શેર બીએસઈ પર બે ટકાથી વધુનો ઘટીને 4692.20 રૂપિયા સુધી આવી ગઈ હતી. જો કે ફરી બાદમાં ભાવમાં થોડી રિકવરી થઈ અને દિવસના અંતમાં તે 1.65 ટકાના ઘટાડા સાથે 4614.95 રૂપિયા પર બંધ થયો હતો.

