નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 0.8% વધ્યો. સાથે જ નિફ્ટી મિડકેપ 0.42% અને સ્મોલકેપ 0.30% ની મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.
આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત પહેલા ગિફ્ટ નિફ્ટી 23,495 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સ કરતા 17 પોઈન્ટ નીચે હતો. આ આંકડાઓ ભારતીય શેરબજાર માટે ધીમી શરૂઆતનો સંકેત આપતા હતા. જોકે, રોકાણકારોની નજર આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો પર ટકેલી હતી. પોલિસીની જાહેરાત થતા જ બજારમાં શાનદાર રિકવરી અને તેજી જોવા મળી છે.
રેપો રેટ યથાવત, બજારમાં શાનદાર ઉછાળો
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. બેંકે પોતાનું વલણ ન્યુટ્રલ જાળવી રાખ્યું છે.
આ નિર્ણયની સીધી પોઝિટિવ અસર શેરબજાર પર જોવા મળી. BSE સેન્સેક્સ 330 પોઈન્ટ ઉછળીને 74,596 પર અને નિફ્ટી 23,475 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. વ્યાજ દરો પ્રત્યે સંવેદનશીલ શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી. બેન્ક નિફ્ટી 400 પોઈન્ટ ઉછળીને ડે-હાઈ પર પહોંચ્યો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 0.63% અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસમાં 0.93% નો મોટો ઉછાળો નોંધાયો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 0.8% વધ્યો. સાથે જ નિફ્ટી મિડકેપ 0.42% અને સ્મોલકેપ 0.30% ની મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.
અન્ય વ્યાજ દરોની સ્થિતિ
રેપો રેટ ઉપરાંત RBI એ અન્ય દરો પણ સ્થિર રાખ્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 5% પર જાળવી રખાયો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેન્ક રેટ 5.50% પર સ્થિર છે.
મોંઘવારી અને ગ્રોથ અંગે RBI નું અનુમાન
રેપો રેટ સ્થિર રાખવા છતાં, RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે, ખાણીપીણીની ચીજવસ્તુઓને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે અને મોંઘવારી વધવાનું જોખમ ટળ્યું નથી. એનર્જીના ઊંચા ભાવો અને સપ્લાય ચેનની અડચણોને કારણે કમિટી ડેટા પર ચાંપતી નજર રાખશે.
રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ (FY26) અને આગામી (FY27) બંને માટે ભારતના રિયલ GDP ગ્રોથનું અનુમાન 6.6% રાખ્યું છે. FY27 માં દેશનો એકંદર મોંઘવારી દર 5.1% અને કોર મોંઘવારી દર 4.7% રહેવાનો અંદાજ છે. પહેલા ક્વાર્ટરમાં 4.2%, બીજામાં 5.1%, ત્રીજામાં 5.9% અને ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી 5.4% રહેવાની ધારણા છે.