Market Outlook: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, જાણો 9 જુલાઈએ બજારમાં તેજી રહેશે કે મંદી? | Moneycontrol Gujarati
Get App

Market Outlook: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, જાણો 9 જુલાઈએ બજારમાં તેજી રહેશે કે મંદી?

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી શેરબજારમાં હાહાકાર. સેન્સેક્સ 1677 અને નિફ્ટી 516 પોઈન્ટ તૂટ્યો. જાણો 9 જુલાઈએ માર્કેટ કઈ દિશામાં જશે અને નિષ્ણાતો શું કહે છે.

અપડેટેડ 04:51:13 PM Jul 08, 2026 પર
Story continues below Advertisement
તમામ મુખ્ય સેક્ટર્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી PSU (સરકારી) બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 2.7% તૂટ્યો. પ્રાઈવેટ બેન્ક, ઓવરઓલ બેન્ક ઇન્ડેક્સ અને FMCG માં 2.5% નો ઘટાડો નોંધાયો.

Market Outlook: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભૌગોલિક-રાજકીય તણાવ વધતા 8 જુલાઈના રોજ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી. બજારમાં ગભરાટના કારણે નિફ્ટી 23,900 ના મહત્વના લેવલની નીચે આવી ગયો છે.

કારોબારના અંતે આંકડાઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ 1,677.12 પોઈન્ટ (2.15%) ના મોટા કડાકા સાથે 76,503.60 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 516.65 પોઈન્ટ (2.12%) તૂટીને 23,882.05 ના સ્તર પર બંધ થયો. આજના ટ્રેડિંગ સેશનમાં લગભગ 1023 શેરોમાં વધારો જોવા મળ્યો, જ્યારે 3070 શેરો ઘટ્યા અને 159 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

કયા શેરમાં ફાયદો, કયામાં નુકસાન?

નિફ્ટીમાં જિયો ફાઈનાન્સિયલ, ઈન્ટરગ્લોબ એવિએશન, શ્રીરામ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી અને HUL ના શેરમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું. આ ભારે ઘટાડા વચ્ચે પણ ONGC, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા અને બજાજ ઓટોના શેરમાં સારી ખરીદી જોવા મળી હતી.

સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ: બેન્કો પીટાઈ


તમામ મુખ્ય સેક્ટર્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી PSU (સરકારી) બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ 2.7% તૂટ્યો. પ્રાઈવેટ બેન્ક, ઓવરઓલ બેન્ક ઇન્ડેક્સ અને FMCG માં 2.5% નો ઘટાડો નોંધાયો. ઓટો અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર 2.2% ગગડ્યા. નાના-મધ્યમ શેરો પર પણ દબાણ રહ્યું, નિફ્ટી મિડકેપ 1.5% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.2% તૂટ્યા હતા. બજારમાં અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઈન્ડિયા VIX' 25% જેટલો ઉછળી ગયો છે, જે ડરનો માહોલ દર્શાવે છે.

9 જુલાઈ માટે માર્કેટ આઉટલૂક: નિષ્ણાતો શું કહે છે?

જીયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વી.કે. વિજયકુમારના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 76 ડોલર સુધી પહોંચી ગયો છે. બજાર ફરી એકવાર મોટી અનિશ્ચિતતાના દોરમાં પ્રવેશી ગયું છે. આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે.

SBI સિક્યોરિટીઝ સુદીપ શાહ કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયરખતમ કરવાની જાહેરાત કરતા બજાર તૂટ્યું છે. ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો, નિફ્ટીએ 30 માર્ચ, 2026 પછીનો સૌથી મોટો 1 દિવસનો કડાકો નોંધાવ્યો છે. બજારમાં 'RSI' અને 'ADX' જેવા ઇન્ડિકેટર્સ પણ મંદીનો ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે, જે બતાવે છે કે વેચનારાઓ હાવી થઈ ગયા છે.

LKP સિક્યોરિટીઝના રૂપક ડેના જણાવ્યા પ્રમાણે,, ટ્રમ્પના નિવેદનથી રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. જોકે, નિફ્ટીને 23,800 ના સ્તર (50% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ) ની આસપાસ સારો સપોર્ટ મળ્યો છે. 9 જુલાઈએ એ જોવું ખૂબ મહત્વનું રહેશે કે નિફ્ટી 23,800 નું લેવલ જાળવી રાખે છે કે નહીં. જો આ લેવલ તૂટશે, તો મંદી હજુ લાંબી ચાલશે. પરંતુ જો માર્કેટ આ લેવલની ઉપર ટકી રહેશે, તો શોર્ટ ટર્મમાં સારી રિકવરી આવી શકે છે.

જીયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયર કહે છે કે, પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડના વધતા ભાવે મોંઘવારીની ચિંતા ફરી વધારી દીધી છે. અમેરિકા અને ભારતમાં બોન્ડ યીલ્ડ વધ્યા છે. આ સાથે કંપનીઓના ખરાબ ત્રિમાસિક પરિણામોની આશંકાએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Closing Bell:અમેરિકા-ઈરાન વિવાદથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,677 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,900 ની નીચે ખાબક્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 08, 2026 4:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.