બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Tata Motors PV
Q2 દરમિયાન કંપનીને ₹5,531 કરોડનું કન્સોલિડેટેડ નુકસાન થયું છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹76,170 કરોડનો નફો નોંધાવ્યો હતો. જોકે, કંપનીની આવક વાર્ષિક ધોરણે 34% વધીને ₹96,920 કરોડ પર પહોંચી છે.
Ashok Leyland
Q2 દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 11.5% વધીને ₹842.9 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 35.4% ઉછળીને ₹17,029.9 કરોડ પર પહોંચી છે.
Eicher Motors
Q2 (જુલાઈ-સપ્ટેમ્બર 2026) દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 14.9% વધીને ₹1,573.4 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 20.3% વધીને ₹7,421.7 કરોડ પર પહોંચી છે.
ABB India
સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 8.2% વધીને ₹442.5 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 19.4% વધીને ₹3,738.1 કરોડ પર પહોંચી છે.
Inox Wind
Q2 દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 35.9% ઘટીને ₹58.83 કરોડ થયો છે. જ્યારે કંપનીની આવક 21.0% વધીને ₹1,354.3 કરોડ પર પહોંચી છે.
Deepak Fert
Q2 દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 84% વધીને ₹393.8 કરોડ નોંધાયો છે. જ્યારે કંપનીની આવક 10.9% વધીને ₹3,334 કરોડ પર પહોંચી છે.
Godrej
Q2 દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 130.8% વધીને ₹559.6 કરોડ નોંધાયો છે. જ્યારે કંપનીની આવક 45.1% વધીને ₹7,303 કરોડ પર પહોંચી છે.
Hindalco
નોવેલિસની પોતાના ચીનના યુનિટને વેચવાની યોજના છે. શેનઝેન હોંગઝીને આશરે $265 Mnમાં વેચશે. વૈશ્વિક કામગીરીને સુવ્યવસ્થિત કરવા, ઓછા માર્જિન ધરાવતી એસેટ્સમાંથી બહાર નીકળવા માટે નિર્ણય લીધો. મૂડી ફાળવણી સુધરવા પગલું લીધું.
MGL
CNGના પ્રાઈસ વધર્યા. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં CNGના પ્રાઈસમાં ₹1.50/kgનો વધારો થયો. પ્રાઈસ ₹1.50/kg વધી ₹91.50/kg થયો. 15 નવેમ્બરથી નવા પ્રાઈસ અમલમાં મુકાયા.
Max Estates
ગુરુગ્રામમાં ‘ધ બંગલોઝ’ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. પ્રોજેક્ટની ગ્રોસ ડેવપલમેન્ટ વેલ્યુ ₹4000 કરોડ છે. લગભગ 7.25 એકરમાં ફેલાયેલા પ્રોજેક્ટમાં 2 અલગ-અલગ ટાવર્સ રહેશે. 243 રેસિડેન્શિયલ ફ્લેટના 2 અલગ-અલગ ટાવર્સ રહેશે.
BEL
6 નવેમ્બર 2026 સુધી કંપનીને ₹619 કરોડનો ઓર્ડર મળ્યો.
Mahindra Logistics
મેનેજમેન્ટમાં ફેરફાર થતા હેમંત સિક્કાએ MD અને CEO પદેથી રાજીનામું આપ્યું. 15 ડિેસેમ્બર 2026 સુધી પદ પર કાર્યરત રહેશે. મોહમ્મદ તુરાની કંપનીના MD અને CEO તરીકે નિયુક્તિ કરશે. 16 ડિસેમ્બર 2026થી MD અને CEO તરીકે પદ સંભાળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.