Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ગુજરાતમાં ₹668 કરોડના પ્રોજેક્ટ માટે બોલી જીતી. નર્મદા વૉટર રિસોર્સ, વૉટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ પાસેથી બોલી જીતી. ભરૂચમાં નર્મદા નદી પર પૂર સંરક્ષણ પ્રોજેક્ટ માટે બોલી લગાવી હતી. પ્રોજેક્ટનું કાર્ય EPC આધારીત રહેશે.

અપડેટેડ 09:36:34 AM Feb 18, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Steel & Aluminium Stocks

સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં રાહત મળી શકે છે. ટ્રમ્પ પ્રશાસન ટેરિફમાં રાહત પર વિચાર કરી રહી છે. USમાં વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર હાલ 50% ડ્યૂટી છે.


BHEL

SAIL પાસેથી ₹1200-1500 કરોડના ઓર્ડર માટે LoA મળ્યો. કેપ્ટિવ પાવર પ્લાન્ટના ઓર્ડર માટે LoA મળ્યો. પશ્ચિમ બંગાળના બર્નપુરમાં IISCO સ્ટીલ પ્લાન્ટમાં કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે LoA મળ્યો.

Dilip Buildcon

ગુજરાતમાં ₹668 કરોડના પ્રોજેક્ટ માટે બોલી જીતી. નર્મદા વૉટર રિસોર્સ, વૉટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ પાસેથી બોલી જીતી. ભરૂચમાં નર્મદા નદી પર પૂર સંરક્ષણ પ્રોજેક્ટ માટે બોલી લગાવી હતી. પ્રોજેક્ટનું કાર્ય EPC આધારીત રહેશે.

Eternal Ltd

કંપનીએ OpenAIના સ્ટ્રેટેજીક કરાર કર્યા. પોતાના પ્લેટફોર્મ પર AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી માટે કરાર કર્યા.

Bharti Airtel

સબ્સિડરી Airtel Moneyને RBI રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળ્યું. ટાઈપ II નોન- ડિપોઝિટ NBFCs માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળ્યું.

KNR Constructions

હૈદરાબાદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પાસેથી ટેક્સ રિફંડ માટે ઓર્ડર મળ્યો. 2020-21 માટે CIT(A)-12, હૈદરાબાદ સમક્ષ કરેલી અપીલને મંજૂરી મળી.

Hexaware Tech

કંપનીએ RapidX પ્લેટફોર્મનું ઓપન વર્ઝન લોન્ચ કર્યું. RapidX હવે Replit સાથે સીધું જોડાશે. નેચરલ લેન્ગવેજથી સીધું સોફ્ટવેર બનાવવા માટે Replit સાથે પાર્ટનરશિપ છે. કંપનીએ નેચરલ લેન્ગવેજ દ્વારા પ્રોડક્શન-રેડી સોફ્ટવેર બનાવવું. કોડિંગ જાણ્યા વગર માત્ર સૂચના આપીને એપ્લિકેશન તૈયાર કરી શકાશે. ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ચેન્નાઈમાં એક ખાસ Center of Excellence પણ સ્થાપિત કર્યું.

Netweb

'મેક ઈન ઈન્ડિયા' સુપર કોમ્પ્યુટિંગ AI સિસ્ટમ લોન્ચ કર્યું. વિશ્વનું સૌથી નાનું AI સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું. કંપનીએ Tyrone Camarero Spark નામનું સૌથી નાનું AI સુપર કોમ્પ્યુટર બનાવ્યું. GB200 પ્લેટફોર્મ પર આધારિત હાઈ-એન્ડ AI સિસ્ટમ પણ લોન્ચ કરી. સિસ્ટમ ટ્રિલિયન પેરામીટર મોડલ પણ સંભાળી શકશે. NVIDIA Sovereign AI ડિપાર્ટમેન્ટ સાથે મળીને સૌથી નાનું AI સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું.

Dabur

હરજીત ભલ્લા ભારત બિઝનેસમાં CEO તરીકે નિયુક્ત કરી. 15 એપ્રિલ 2026થી પદ સંભાળશે. મોહિત મલ્હોત્રાની ગ્લોબલ CEO તરીકે ફરી નિયુક્તિ કરી.

Bosch

કરીન ગિલ્ગેસેએ CFO પદેથી રાજીનામું આપ્યું. 31 મે 2026 સુધી CFO પદ પર કાર્યરત છે. Tillmann Olsen ની કંપનીના CFO પદ તરીકે નિયુક્તિ કરી. Tillmann Olsen 1 જૂન 2026થી CFO પદ સંભાળશે.

Healthcare Global Enterprise

રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ₹425 કરોડના ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા બોર્ડ પાસેથી મંજૂરી મળી.

Engineers India

26 ફેબ્રુઆરીએ બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 18, 2026 9:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.