Get App

Closing Bell - વૈશ્વિક સ્તરે નબળા સંકેતોની અવગણના; નિફ્ટી 25,800 પર, સેન્સેક્સમાં 898 પોઈન્ટનો ઉછાળો

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.05-3.01 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.49 ટકા વધીને 64,635.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 3:54 PM
Closing Bell - વૈશ્વિક સ્તરે નબળા સંકેતોની અવગણના; નિફ્ટી 25,800 પર, સેન્સેક્સમાં 898 પોઈન્ટનો ઉછાળોClosing Bell - વૈશ્વિક સ્તરે નબળા સંકેતોની અવગણના; નિફ્ટી 25,800 પર, સેન્સેક્સમાં 898 પોઈન્ટનો ઉછાળો
ભારતીય રૂપિયો 62 પૈસા ઉછળીને 92.67 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.29 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25800 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83,919 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,808.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,037.96 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 62 પૈસા ઉછળીને 92.67 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.29 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.66 ટકા વધીને 62,031.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટાડાની સાથે 19,443.60 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 897.96 અંક એટલે કે 1.08% ની મજબૂતીની સાથે 83,919.71 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 286.30 અંક એટલે કે 1.12% ની વધારાની સાથે 25,800.60 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો