Get App

Closing Bell - વોલેટાઈલ કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ; આઇટીમાં ઘટાડો, ઓટો, ફાર્મામાં સારો દેખાવ

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, એસબીઆઈ, મારૂતી સુઝુકી, ટીએમપીવી, બજાજ ઑટો અને શ્રીરામ ફાઈનાન્સ 0.94-6.45 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઈટીસી અને ઈટરનલ 0.92-2.53 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 3:49 PM
Closing Bell - વોલેટાઈલ કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ; આઇટીમાં ઘટાડો, ઓટો, ફાર્મામાં સારો દેખાવClosing Bell - વોલેટાઈલ કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ; આઇટીમાં ઘટાડો, ઓટો, ફાર્મામાં સારો દેખાવ
ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને 90.70 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 90.58 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે સેન્સેક્સ-નિફ્ટી ઉતાર-ચઢાવની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25950 ની આસપાસ બંધ થયા જ્યારે સેન્સેક્સે 84,233 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,009.40 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,081.25 સુધી તૂટ્યો હતો.

ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને 90.70 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 90.58 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મામૂલી તેજી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકા મામૂલી વધીને 60,754.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.02 ટકા મામૂલી વધારાની સાથે 17,455.00 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 40.28 અંક એટલે કે 0.05% ની નબળાઈની સાથે 84,233.64 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.70 અંક એટલે કે 0.07% ની વધારાની સાથે 25,953.85 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો